January 23, 2025

IPL 2024: આજે MI અને CSK ‘મહામુકાબલો’

IPL 2024: આજે IPLની 29મી મેચ છે. જેમાં MI vs CSK વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થવાની છે. સતત બે મેચમાં જીત મળ્યા બાદ મુંબઈની ટીમ આજની મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. MI vs CSKની આજની મેચ ખુબ જોરદાર જોવા મળશે.

પોઈન્ટ ટેબલની સ્થિતિ
IPL 2024 ની 29મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને સામને ટકરાશે. જે મુંબઈમાં રમાવાની છે. CSK ટીમ 5 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. વાનખેડેમાં આજની મેચ જોરદાર રહેશે. આ મેદાનની ખાસ વાત એ છે કે બેટ્સમેનનું ખાસ પ્રદર્શન જોવા મળી શકે છે. જે ટીમ ટોસ જીતશે તે બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

આ પણ વાંચો: બેટિંગ દરમિયાન રોહિત શર્માને હેરાન કરતો જોવા મળ્યો વિરાટ કોહલી!

બંને ટીમોની ટુકડીઓ

ચેન્નાઈ સુપર કિંગ્સઃ અરવેલ્લી અવનીશ, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શેખ રાશિદ, મોઈન અલી, શિવમ દુબે, આરએસ હંગેરકર, રવિન્દ્ર જાડેજા, અજય જાદવ મંડલ, ડેરીલ મિશેલ, મિશેલ સેનવે, રવીન્દ્ર જાડેજા. , દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, મુસ્તાફિઝુર રહેમાન, મથિસા પાથિરાના, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, શાર્દુલ ઠાકુર, મહેશ તિક્ષાના અને સમીર રિઝવી, મહેન્દ્ર સિંહ ધોની

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવાલિક શર્મા, શમ્સ મુલાની, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન (વિકેટમેન), અંશુલ કંબોજ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, ક્વેના માફકા , મોહમ્મદ નબી, નમન ધીર, રોમારિયો શેફર્ડ, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાધેરા, લ્યુક વુડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન)