January 23, 2025

T20 WC 2024 Final: ટીમ ઈન્ડિયાની જીતની યાદગાર તસવીરો, જે સદીઓ સુધી રહેશે યાદ

T20 WC 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ મેળવી લીધો છે. એવું લાગી રહ્યું હતું કે હવે મેચ જીતી નહીં શકીએ. પરંતુ રમત એવી બદલાણી કે ઈન્ડિયાની જીત થઈ.

દબાણ હેઠળ વિખેરાઇ ગયું
T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા દબાણ હેઠળ વિખેરાઇ ગયું હતું. સાઉથ આફ્રિકાની ટીમ 16મી અને 17મી ઓવરમાં વિખેરાઈ ગઈ અને દબાણને કારણે વધારે વિકેટો ગુમાવી હતી.

રોહિત શર્માએ ભારતીય ખેલાડી તરીકે બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ એકપણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં 50 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.

આ પણ વાંચો: આ 4 ભારતીય ખેલાડીઓ ફાઇનલ મેચ રમ્યા વિના વર્લ્ડ ચેમ્પિયન બન્યા

વિરાટ-અર્શદીપે ભાંગડા કર્યા
વિરાટ-અર્શદીપે ભાંગડા કર્યા હતા. વિરાટ કોહલી અને અર્શદીપ સિંહે મેદાન પર ટુનક ટુનક ગીત પર ભાંગડા કરતા જોવા મળ્યા હતા. અક્ષર પટેલ અને રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજ પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તમામ ખેલાડી મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો
ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. વિરાટ, રોહિતની સાથે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો છે. ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતનારી ભારતીય ટીમ પર કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે મારી પાસે કહેવા માટે શબ્દો નથી,એક ખેલાડી તરીકે હું ટ્રોફી જીતવામાં ભાગ્યશાળી ન હતો પરંતુ મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

મેચ રમ્યા વિના વર્લ્ડ ચેમ્પિયન બન્યા
પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ સામેલ નહોતા. આ ખેલાડીઓએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા વિના પણ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે.

સૂર્યાનો મહત્વનો કેચ
દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે 16 રનની જરૂર હતી. એ પછી હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે બોલિંગની જવાબદારી સંભાળી હતી. ડેવિડ મિલરે પહેલા જ બોલ પર એરિયલ સ્ટ્રોક રમ્યો હતો. આ સમયે એવું લાગતું હતું કે એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી જશે. પરંતુ સૂર્યકુમાર યાદવે હવામાં એવો કેચ પકડ્યો કે દરેક લોકો આશ્ચર્યજનક થઈ ગયા હતા. આ વિકેટ ભારત માટે ઘણી મહત્વની રહી હતી.