November 16, 2024

લખનૌના એકાના સ્ટેડિયમમાં LSG-GT વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે આજે મેચ રમાવાની છે. લખનૌએ અત્યાર સુધીમાં બે મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે જેમાં તેણે 2માં જીત અને 2માં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મેચનું આયોજન લખનૌના એકાના સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.

જાણો લખનૌની પિચની પ્રકૃતિ
એકાના સ્ટેડિયમની પિચ પર બોલરોનું વર્ચસ્વ અત્યાર સુધી જોવા મળ્યું છે. લખનૌ અને ગુજરાત વચ્ચેની મેચ કઈ પીચ પર રમાય છે તે જોવાનું રહ્યું. આ મેદાન પર અત્યાર સુધીની 8 મેચ રમાઈ છે. જેમાં બેટિંગ કરનાર ટીમે 5 મેચ જીતી છે. પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 151 રહ્યો છે. આ મેદાન પર સૌથી ઓછો સ્કોર 156 રનનો છે. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા જેમાં પંજાબ કિંગ્સ માત્ર 178 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો: વિરાટ કોહલીનો ‘જબરો ફેન’, જાદુ કી જપ્પી આપી કર્યું આવું

ગુજરાત ટાઇટન્સઃ કાર્તિક ટિવાટિયા, ઓમરઝાઈ, જયંત યાદવ, રાહુલ તેવટિયા, શશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ ઉમેશ યાદવ, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા અને માનવ સુથાર, શુભમન ગિલ (કેપ્ટન), , સાઈ કિશોર, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, રોબિન મિન્ઝ, કેન વિલિયમ્સન, શાહરૂખ ખાન, અભિનવ મંધર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, અઝમતુલ્લા.

લખનૌ સુપર જાયન્ટ્સ: નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ,આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, નવીન-ઉલ-હક, ક્રુણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, શમર જોસેફ, મયંક યાદવ, મોહસીન ખાન, કે.ગૌતમ, ક્વિન્ટન ડી કોક, અર્શિન કુલકર્ણી, એમ.સિદ્ધાર્થ, એશ્ટન ટર્નર, મેટ હેનરી, મોહમ્મદ અરશદ ખાન, કેએલ રાહુલ (કેપ્ટન)