December 23, 2024

શું મનુ ભાકરની પિસ્તોલની કિંમત કરોડો રૂપિયા છે?

Manu Bhaker: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર ચર્ચામાં જોવા મળી રહી છે. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ એથ્લેટ છે. જેનું કારણ એ છે કે તે સતત ચર્ચામાં રહે છે. મનુ ભાકરે ભારત માટે મેડલ પ્રાપ્ત કર્યો ત્યારથી તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પણ તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હવે તેની પિસ્તોલને લઈને ચર્ચાઓએ જોર પક્ડયું છે.

મનુની બંદૂકની કિંમત કેટલી છે?
મનુ ભાકરે તેની પિસ્તોલની કિંમત વિશે અફવાઓ સાંભળી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પિસ્તોલની કિંમત કરોડ નથી. અંદાજે તેની કિંમત રૂપિયા 1.5 લાખથી 1.85 લાખ છે. પિસ્તોલની કિંમતોમાં તફાવત તેમના મોડલ પર પણ આધાર રાખે છે. એક મીડિયા સાથેની વાતમાં મનુએ કહ્યું કે એક લેવલ પર પહોંચ્યા પછી કંપનીઓ તમને પિસ્તોલ ફ્રીમાં આપે છે.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

મનુને ટ્રોલ કરવામાં આવી
મનુ ભાકરને પણ હાલના દિવસોમાં ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. સૌથી પહેલા તેનું નામ નિરજ ચોપરા સાથે જોડી દેવામાં આવ્યું હતું. આ પછી લોકોનું એવું માનવું છે કે મનુ મેડલ લઈને વધુ પડતી પ્રચાર કરી છે. જે યોગ્ય ના કહી શકાય. આ વાતનો મનુએ જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું કે પેરિસ 2024 ઓલિમ્પિકમાં મારા દ્વારા જીતવામાં આવેલા બે બ્રોન્ઝ મેડલ ભારતના છે. જ્યારે પણ મને કોઈ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે અને આ મેડલ બતાવવાનું કહેવામાં આવે છે