March 25, 2025

રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો, શરીર પર મળ્યા ઈજાના નિશાન

Rajkot: રાજકુમાર જાટના મોતનો મામલે મોટા ખુલાસા થયા છે. હવે મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. રાજ કુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઇજા થાય તેવા નિશાન મળી આવ્યા છે. તો ગુદામાં 7 સેન્ટી મીટર ઊંડો ચિરો પણ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર રાજ કુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં મુદ્દા નંબર 30 અને 31 માં ગુદામાં 7 સેન્ટી મીટર ઊંડો ચિરો છે. લાકડીથી મુંઢ માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન મળી આવ્યા છે. જેને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે 4 સેન્ટી મીટરના ઇજા નિશાન છે તે અકસ્માતથી ન થાય. કારણકે અકસ્માતમાં એક જ સરખા ઇજાના નિશાન થાય તે વાત માનવામાં આવે તેવી નથી. જ્યારે જે ગુદાના ભાગમાં 7 સેન્ટી મીટર ઊંડો ચિરો છે તે પણ અકસ્માત દરમિયાન થાય તેવી કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો: IPL 2025ની મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, રાતે પરત ફરવા સ્પેશ્યિલ ટિકિટ બહાર પાડવામાં આવી

નોંધનીય છે કે, ઇજાના જે નિશાન છે તે લગભગ 12 કલાક પહેલાના એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પણ અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે. જોકે શું આ મુદ્દે પોલીસ યોગ્ય તપાસ કરશે કે પછી CCTVની જેમ અધૂરી અને ગૂંચવાયેલી તપાસ થશે.