ઈઝરાયલનો ગાઝામાં મોટો હવાઈ હુમલો, હમાસ નેતા અલ-બરદાવીલનું મોત

Israel: ગાઝામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં હમાસના રાજકીય નેતા સલાહ અલ-બરદાવીલનું મોત થયું. આ હુમલો ખાન યુનિસમાં થયો હતો. જ્યાં બરદાવીલ અને તેની પત્નીએ જીવ ગુમાવ્યા હતા. હમાસ સમર્થિત મીડિયા અનુસાર, બરદાવિલ હમાસના રાજકીય કાર્યાલયના સભ્ય હતા.

ઈઝરાયલે મંગળવારે (18 માર્ચ) ગાઝા સામેની લડાઈ ફરી શરૂ કરી, અનેક લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય હમાસને લશ્કરી અને શાસક સંસ્થા તરીકે નષ્ટ કરવાનો છે. આ સંઘર્ષમાં સેંકડો લોકોના જીવ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

હમાસના મુખ્ય નેતાઓની હત્યા
ગાઝામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં હમાસના અનેક અગ્રણી નેતાઓ માર્યા ગયા છે. મંગળવારે ઈઝરાયલી હુમલામાં હમાસના વાસ્તવિક સરકારના વડા એસામ અદલીસ અને આંતરિક સુરક્ષા વડા મહમૂદ અબુ વત્ફા માર્યા ગયા હતા. ઈઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝામાં હમાસના લશ્કરી ગુપ્તચર વડા ઓસામા તાબાશને પણ મારી નાખ્યા. ઈઝરાયલે તાબાશને હમાસના સર્વેલન્સ અને ટાર્ગેટિંગ યુનિટનો વડા ગણાવ્યો હતો. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા હતા. જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો હતા.

આ પણ વાંચો: નાગપુર હિંસામાં પહેલું મોત, અત્યાર સુધીમાં 112 લોકોની ધરપકડ

ગાઝામાં વધતા હુમલાઓ અને નાગરિકોના મોત
7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા સરહદ પારના હુમલા પછી ગાઝામાં હિંસા ચાલુ છે. આ હમાસ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જવાબમાં, ઈઝરાયલે લશ્કરી આક્રમણ શરૂ કર્યું જેમાં અત્યાર સુધીમાં 48,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને ગાઝાની લગભગ 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો હતા.