January 23, 2025

Badlapur School Protest: રોષે ભરાયેલા લોકોનો રેલવે સ્ટેશન પર કબજો, ટ્રેનો રદ કરવી પડી

Badlapur School Protest: મહારાષ્ટ્રના થાણેમાં ત્રણ અને ચાર વર્ષની બે બાળકીઓના યૌન શોષણની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ મહારાષ્ટ્રમાં બનેલી ઘટનાએ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. સવારે હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું. રેલ્વે માર્ગને પણ અસર થઈ છે. છોકરીઓની જાતીય સતામણીની ઘટનાને લઈને બદલાપુર સ્ટેશન પર રેલ રોકો વિરોધને કારણે લાંબા અંતરની 10 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. મધ્ય રેલવેએ માહિતી આપી હતી કે અંબરનાથ-કર્જત ટ્રેન સેવાને પણ અસર થઈ છે.

અંબરનાથ અને કર્જત સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ સવારે 10:10 વાગ્યાથી સ્થગિત કરવામાં આવી હતી કારણ કે ઘણી મહિલાઓ સહિત વિરોધકર્તાઓ રેલ્વે ટ્રેક પર આવ્યા હતા અને ટ્રાફિકને અવરોધિત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિરોધ હિંસક બની ગયો હતો અને વિરોધીઓએ શાળામાં તોડફોડ કરી હતી જ્યાં ગયા અઠવાડિયે કથિત ઘટના બની હતી. તેઓએ બદલાપુર રેલવે સ્ટેશન પર પણ પથ્થરમારો કર્યો હતો.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સોલાપુર-CSMT વંદે ભારત એક્સપ્રેસ સહિત ઓછામાં ઓછી 10 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને કર્જત-પનવેલ-થાણે સ્ટેશન દ્વારા ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે CSMT અને અંબરનાથ સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી હતી, જ્યારે બદલાપુર અને કર્જત વચ્ચેની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

નીલાએ કહ્યું કે વિરોધને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મધ્ય રેલવેના કલ્યાણ-કર્જત સેક્શન પર સ્થિત સ્ટેશન પર વધારાના કર્મચારીઓને તૈનાત કર્યા છે. વરિષ્ઠ ડિવિઝનલ સિક્યુરિટી મેનેજર, 60 RPF કર્મચારીઓ અને 10 અધિકારીઓ સાથે સરકારી રેલવે પોલીસ (GRP)ના કર્મચારીઓ બદલાપુર સ્ટેશન પર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.