December 23, 2024

IPLના ઈતિહાસમાં પહેલીવાર LSGએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ!

IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં હારની સાથે ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ બની ગયો છે. લખનૌ સુપર જાયન્ટ્સની આ છેલ્લી હોમ ગ્રાઉન્ડ મેચ હતી. પરંતુ અફસોસ ઘર આંગણે જ લખનૌની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. લખનૌની આ સિઝનમાં 5મી વખત હાર છે.

શરમજનક હારનો સામનો
ગઈ કાલની મેચમાં LSG ટીમને શરમજનક હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કોલકાતાની ટીમે લખનૌની ટીમને 98 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે લખનૌ સુપર જાયન્ટ્સની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ પહેલા લખનૌની ટીમને આટલા મોટા માર્જિનથી આઈપીએલની કોઈ મેચ હારી નથી. આ પહેલા મુંબઈ સાથેની મેચમાં વર્ષ 2023માં 81 રનથી હાર થઈ હતી. હવે ગઈ કાલની મેચમાં 98 રનથી હારવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે ઘર આંગણે આટલા રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો બીજી બાજૂ કોલકાતાની ટીમની આ સૌથી મોટી જીત છે. IPLમાં LSGની સૌથી મોટી હાર રનમાં વાત કરીએ તો 98 રન સાથે વર્ષ 2024માં KKR સામે, 81 રનથી MI સામે વર્ષ 2023માં, 62 રનથી GT સામે વર્ષ 2022માં, 62 રનથી GT સામે વર્ષ 2023માં લખનૌની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં આતંકવાદી હુમલાની ધમકી!

મોટો સ્કોર બનાવ્યો
ગઈ કાલની મેચમાં KKRની ટીમે ટોસ જીત્યો હતો. જેમાં KKRની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KKR ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 235 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. સુનીલ નારાયણની 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 16.1 ઓવરમાં માત્ર 137 રન પર જ સિમિત રહી હતી. KKR તરફથી બોલિંગમાં હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી.