January 23, 2025

LSG ફેન રાતોરાત ફેમસ થઈ ગયો, વીડિયો થયો વાયરલ

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ગઈ કાલે મેચ રમાઈ હતી. આ મેચનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. ચેન્નાઈના હજારો પ્રશંસકો પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા હતા. જોકે આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની હાર થઈ હતી. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સનો વીડિયો વાયરલ
ચેન્નાઈમાં રમાયેલી મેચ દરમિયાન મોટા ભાગના ચાહકો પીળા રંગની જર્સી પહેરેલા જોવા મળી રહ્યા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક બાજૂ ચેન્નાઈની ટીમના ચાહકો નિરાશ જોવા મળી રહ્યા હતા. તો બીજી બાજૂ લખનૌ સુપર જાયન્ટ્સનો એક ચાહકે ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ચાહક ચેન્નાઈની ટીમના ઘણા ચાહકવર્ગની સાથે એકલો જોવા મળી રહ્યો હતો. જેમ જેમ લખનૌની ટીમ મજબૂત થતી ગઈ, તેમ તેમ તે ખુબ ખુશ જોવા મળી રહ્યો હતો. આ સાથે તે કેમેરામાં એવી રીતે કેદ થયો કે તમામ લોકોનું ધ્યાન તેના પર ગયું હતું.

આ પણ વાંચો: IPL 2024: દિલ્હીના બોલરોને પછાડનાર અભિષેક શર્મા કોણ છે?

કેવી રહી મેચ?
ગઈ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને સામને જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીત્યો હતો. જેમાં તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. લખનૌની ટીમનો બેટિંગનો વારો આવ્યો તો ત્યારે ખાલી 88 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ માર્કસ સ્ટોઇનિસે હાર ન માની અને છેલ્લી ઓવરમાં પોતાની ટીમ માટે મેચ જીતી લીધી હતી.