January 23, 2025

લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સીઆર પાટીલે ભીંતચિત્રણ કર્યું

lok sabha election gujarat surat cr patil drawing on wall

સીઆર પાટીલે ભીંતચિત્રણ કર્યું હતું.

સુરતઃ એકબાજુ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખે અનોખી રીતે પ્રચાર કર્યો છે.

સુરતમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત ભીંતચિત્રણ કર્યું હતું. આ અંગે તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ.

તેમણે જણાવ્યુ હતુ કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્વાસ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં આખો દેશ વિકાસની આ મોદી ગેરંટી પર જ મ્હોર મારશે એવો મને દૃઢ વિશ્વાસ છે.’