May 20, 2024

Atal Setu Bridge પહોંચ્યા આનંદ મહિન્દ્રા, શેર કરી આ વાત

આનંદ મહિન્દ્રાએ પ્રથમ વખત અટલ સેતુ બ્રિજ પર સફર કરી હતી. ત્યારે આનંદ મહિન્દ્રાએ આ સફર પૂર્ણ કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. આનંદ મહિન્દ્રાએ તેમના X (ટ્વિટર) એકાઉન્ટ પર અટલ સેતુ પર ડ્રાઇવિંગનો વીડિયો અને ફોટો શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ અટલ સેતુ બ્રિજની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે X (ટ્વિટર) પર વીડિયો અને ફોટો શેર કર્યા બાદ લોકોએ તેમાં ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી.

આનંદ મહિન્દ્રાએ પુલની પ્રશંસા કરી
આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ અટલ સેતુ પર ડ્રાઇવિંગ કરવાનો તેમનો અનુભવ કર્યો હતો. તેને તેણે X (ટ્વિટર) પર તેનો અનુભવ શેર કરતા પોસ્ટમાં કહ્યું કે પુલને પાર કરવો એ હોવરક્રાફ્ટમાં “પાણી પર ગ્લાઈડિંગ” જેવું હતું. તેમણે પોતાની પોસ્ટમાં બીજી એક વાત કહી કે તેઓ સાંજે આ પુલની સુંદરતા જોવા માટે ફરી એકવાર આ પુલની મુલાકાત લેવાનું પસંદ કરશે. તેમણે શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે સાંજ સમયે આ પુલની રચના અદ્ભુત લાગે છે.

આ પણ વાચો: Tata Motorsએ મારુતિ સુઝુકીને કહ્યું ‘ટાટા’, બની સૌથી મૂલ્યવાન કંપની

અટલ સેતુ પુલ
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટની નીચે યુઝર્સે અટલ સેતુના વખાણમાં ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. તેમાંથી કેટલાકે આનંદ મહિન્દ્રા જેમ તેમના ડ્રાઇવિંગ અનુભવો પણ શેર કર્યા છે. આ પુલનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર, 2016માં કર્યો હતો. આ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. આ પુલ લગભગ 21.8 કિલોમીટર લાંબો છે અને તે છ લેનનો પુલ છે, તેની સમુદ્ર પર લંબાઈ લગભગ 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે.

કોણ છે આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રા દેશના પીઢ ઉદ્યોગપતિ છે. તેઓ દેશમાં SUV કલ્ચરને લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે. તે ટ્વિટર પર તેની ટ્વીટ અંગે લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. આનંદ મહિન્દ્રાને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો શ્રેય આપવામાં આવે છે. આનંદ મહિન્દ્રાએ તેમનું સ્કૂલિંગ લોરેન્સ સ્કૂલ તમિલનાડુમાંથી કર્યું હતું. મહિન્દ્રાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને આનંદ મહિન્દ્રા અને બિલ ગેટ્સ એક જ ક્લાસમાં ભણતા હતાં. આનંદ મહિન્દ્રાની કુલ નેટવર્થ $2.1 અબજ હોવાનું કહેવામાં આવે છે. આનંદ મહિન્દ્રાની પત્ની અનુરાધા મહિન્દ્રા જીવનશૈલી મેગેઝિન વર્વેના સ્થાપક, સંપાદક અને પ્રકાશક છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ તેના ટ્રેક્ટર અને એસયુવી વાહનો માટે જાણીતું છે.

આ પણ વાચો: દાયકાઓ જૂની લુના નવા રંગ-રૂપ સાથે ફરી આવશે માર્કેટમાં…