January 23, 2025

ભારતીય ડ્રેસિંગ રૂમમાં જેમિમાહ રોડ્રિગ્સને મળ્યો ખાસ મેડલ, વીડિયો વાયરલ

IND vs NZ: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને પ્રથમ ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડ દ્વારા હાર મળી હતી. આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો હતો. મેચ દરમિયાન તેની શાનદાર ફિલ્ડિંગ માટે જેમિમાહ રોડ્રિગ્સને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

હારનો સામનો કરવો પડ્યો
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે દુબઈના મેદાન પર ન્યૂઝીલેન્ડની ટીમ સામે રમી હતી. ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટનો પીછો કરતા 19 ઓવરમાં માત્ર 102 રન બનાવ્યા હતા. મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓના ચહેરા પર નિરાશા જોવા મળી રહી હતી. જોકે BCCI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખેલાડીઓને નવી પ્રેરણા આપવામાં આવી છે. ભારતીય પુરૂષ ટીમની જેમ મહિલા ટીમમાં પણ દરેક મેચના શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવાની પરંપરા શરૂ કરાઈ છે. જેમાં મહિલા ખેલાડીને પહેલો આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ખેલાડી જેમિમાહ રોડ્રિગ્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)


આ પણ વાંચો: ભારતીય હોકી ટીમમાં પીઆર શ્રીજેશનું સ્થાન કોણ લેશે?

હરમનપ્રીતે મેડલ આપ્યો
BCCI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય મહિલા ટીમના ફિલ્ડિંગ કોચ મુનીશ બાલીએ તમામ ખેલાડીઓને સંબોધિત કર્યા હતા. સ્મૃતિ મંધાના દ્વારા લેવામાં આવેલા કેચની પ્રશંસા કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ફિલ્ડર મેડલ જીતનાર ખેલાડીઓના નામ તરીકે જેમિમાનું નામ લેવામાં આવ્યું હતું. જેમિમાને જ્યારે આ મેડલ આપવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક જોવા મળી હતી.