December 23, 2024

જયશંકર હવે પીએમ મોદીની જગ્યાએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધશે

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરવાનો કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેમના સ્થાન પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 28 સપ્ટેમ્બરે યુએનને સંબોધિત કરતા જોવા મળશે. યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં આ વિશે માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ મહિના અંતમાં મોદી ન્યૂયોર્કની મુલાકાતે જશે.

વિશ્વના નેતાઓસંયુક્ત રાષ્ટ્રમાં
શુક્રવારે જાહેર કરવામાં આવેલી સુધારેલી કામચલાઉ યાદી અનુસાર, વિદેશ મંત્રી જયશંકર હવે મોદીની જગ્યાએ 28 સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય ચર્ચામાં સંબોધિત કરતા જોવા મળશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સત્ર 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સામાન્ય ચર્ચાની શરૂઆત પહેલા તેમનો અહેવાલ રજૂ કરતા જોવા મળશે. ત્યારબાદ જનરલ એસેમ્બલીના 79માં સત્રના પ્રમુખ દ્વારા સંબોધન કરવામાં આવશે. આ સમિટમાં વિશ્વના નેતાઓસંયુક્ત રાષ્ટ્રમાં ભેગા થશે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા પાછળ, ફટકારી તોફાની સદી!

24 હજાર ભારતીયો હાજર
ઇન્ડિયન-અમેરિકન કોમ્યુનિટી ઑફ યુએસએ એક નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ પ્રોગ્રામ માટે નોંધણી સમગ્ર યુ.એસ.માંથી 590 સમુદાય સંસ્થાઓએ કરી છે. જે તમામને ‘વેલકમ પાર્ટનર્સ’ તરીકે સાઇન અપ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 24,000 થી વધુ NRI એ લોંગ આઇલેન્ડમાં પ્રસ્તાવિત સમુદાય કાર્યક્રમમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેને મોદી સંબોધિત કરવાના છે.