March 24, 2025

IPL-2025 Opening Ceremony: ‘ઝૂમે જો પઠાણ’ પર કોહલીએ શાહરૂખ સાથે કર્યો ડાન્સ, રિંકુ-દિશા પટણીએ મચાવી ધૂમ

IPL 2025 Opening Ceremony Live: IPL 2025ની આજથી શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. આ પહેલા આઈપીએલ ઓપનિંગ સેરેમની શરુ થઇ ગઇ છે. આઈપીએલ 2025ની ઓપનિંગ સેરેમનીની શરૂઆત શાહરુખ ખાનના સ્વાગત ભાષણથી થઇ છે. શાહરુખે કહ્યું કે પાર્ટી પઠાનના ઘરે રાખશો તો પઠાન તો આયેગા હીં, સાથ મેં પટાખા ભી લાયેગા. આ પછી શ્રેયા ઘોષાલે પર્ફોમન્સ કર્યું હતું.

શાહરુખ સાથે સ્ટેજ પર રિંકુ-કોહલી
શાહરૂખ સાથે સ્ટેજ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટ્સમેન રિંકુ સિંહ અને વિરાટ કોહલી પણ હાજર છે. આ દરમિયાન શાહરુખે કહ્યું કે રિંકુ પણ કોહલીને જોઈને મોટો થઈ ગયો. શાહરુખે રિંકુને તેના ગીત પર ડાન્સ કરવાનું કહ્યું છે. રિંકુ અને શાહરૂખે ‘લૂટ પુટ ગયા’ ગીત પર ડાન્સ કર્યો અને આ દરમિયાન કોહલી નજીકમાં ઊભો હતો.

સ્ટેજ પર કરણ ઔજલા હાજર
દિશા પટાણીનું પર્ફોર્મન્સ સમાપ્ત થઈ ગયું છે અને હવે પંજાબી ગાયક કરણ ઔજલા સ્ટેજ પર આવ્યા છે. કરણે ‘હુસ્ન તેરા તૌબા-તૌબા’ ગાયું કે તરત જ પ્રેક્ષકો નાચવા લાગ્યા. દિશા પટણી પણ કરણ સાથે સ્ટેજ પર હાજર છે અને તેના સૂર પર નાચતી જોવા મળી હતી.

દિશા પટાણીના ડાન્સ પર દર્શકો નાચ્યા
IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરતી દિશા પટણી. તેણે પોતાના ડાન્સ સ્ટેપથી દર્શકોના દિલ જીતી લીધા છે.

શ્રેયા ઘોષાલનું પ્રદર્શન સમાપ્ત થયું
શ્રેયા ઘોષાલે 15 મિનિટથી વધુ સમય સુધી પર્ફોર્મ કર્યું અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. શ્રેયાએ મા તુઝે સલામ અને વંદે માતરમ સાથે પોતાના પ્રદર્શનનો અંત કર્યો. આ સમય દરમિયાન, શ્રેયા ઇડન ગાર્ડન્સમાં ચાહકોના દિલ જીતવામાં સફળ રહી. હવે બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી સ્ટેજ પર આવી છે.

કોલકાતાના લોકો પુષ્પાના તાલે નાચ્યા
IPL 2025નો ઉદ્ઘાટન સમારોહ ચાલી રહ્યો છે અને શ્રેયા ઘોષાલે કોલકાતાના લોકોને પુષ્પા 2 ના ગીતો પર નાચવા માટે મજબૂર કર્યા છે. ઇડન ગાર્ડન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શ્રેયા ઘોષાલ દ્વારા પરફોર્મન્સ
IPL 2025ના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલ સૌપ્રથમ પરફોર્મ કરશે. શ્રેયા “મેરે ઢોલના…” ગીતથી શરૂઆત કરે છે. IPLની 18મી સીઝન શરૂ થઈ ગઈ છે અને ઈડન ગાર્ડન્સ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇડન ગાર્ડન્સમાં શ્રેયા ઘોષાલના અવાજનો જાદુ ચાલી રહ્યો છે અને તેણે પોતાના સુમધુર અવાજથી દર્શકોના દિલ જીતી લીધા છે.

ઉદ્ઘાટન સમારોહ શરૂ
IPL 2025 નો ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ ગયો છે અને કિંગ ખાન એટલે કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સ્ટેજ પર હાજર છે. સમારંભ શાહરુખના ભાષણથી શરૂ થઈ રહ્યો છે. સમારોહ માટે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું છે.