January 23, 2025

RCB vs PBKSની શરૂ થઈ ટક્કર!

IPL 2024 ની છઠ્ઠી મેચની શરૂઆત થઈ ગઈ છે.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.   રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો આમને સામને ટક્કર શરૂ થઈ ગઈ છે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.

જવાબદારીપૂર્વક રમવું
આજે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે થોડી વારમાં મહા મુકાબલો થવાનો છે. અત્યાર સુધીની મેચમાં મોટાભાગની મેચમાં ટીમે એક દાવમાં 200 થી વધુ રન બનાવ્યા છે અને આવું 27 વખત બન્યું છે. તમને જણાવી દઈએ કે આરસીબીના ફાસ્ટ બોલરોએ પણ પંજાબ કિંગ્સ સામે જવાબદારીપૂર્વક રમવું પડશે. બાકી હારનો સામનો કરવાનો વારો આરસીબીને આવી શકે છે.

આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સમાં આ નવા ખેલાડીની એન્ટ્રી, જાણો તમામ માહિતી

પંજાબ કિંગ્સના સંભવિત પ્લેઈંગ ઈલેવન: જોની બેરસ્ટો, સેમ કુરાન, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, શિખર ધવન (કેપ્ટન), શશાંક સિંઘ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર

RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), મયંક ડાગર, કર્ણ શર્મા અને મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી.