ઇજાગ્રસ્ત થવાને કારણે હવે આ ખેલાડી પણ નહીં રમે IPL!
અમદાવાદ: IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી આગામી સિઝન નહીં રમી શકે તેવી માહિતી સામે આવી છે. તે ઇજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે રમી નહીં શકે. આ સાથે તેની જગ્યા પર કોણ મેચ રમશે તેના નામની જાહેરાત પણ ટીમે કરી દીધી છે.
મોટો ફટકો પડ્યો
IPL 2024 સીઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. પરંતુ બીજી બાજૂ એક બાદ એક ટીમનું ટેન્શન વધી રહ્યું છે. કારણ કે ધીમે ધીમે તમામ ખેલાડીઓ પોતાના નામ પાછા ખેંચી રહ્યા છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આગામી મેચમાં ફાસ્ટ બોલર લુંગી એનગિડી જોવા નહીં મળે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે તેના સ્થાન પર બિજા ખેલાડીને સ્થાન આપી દેવામાં આવ્યું છે.
દિલ્હી કેપિટલ્સ ટીમમાં વાપસી
રિષભ પંત ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ ટીમમાં વાપસી કરવામાં આવી છે. તે આ વખતની સિઝનમાં રમતા જોવા મળશે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં એ જાહેરાત કરવામાં આવી નથી કે ઋષભ પંત ફરીથી ટીમની કમાન સંભાળશે કે પછી ડેવિડ વોર્નર કેપ્ટન રહેશે. એક અંદાજા મુજબ તેને ફરીથી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે કોઈ સત્તાવર રીતે જાહેરાત કરવામાં આવી નથી. લુંગી એનગિડી એમએસ ધોનીની કપ્તાનીમાં CSK માટે IPL પણ રમી ચૂક્યો છે. જો કે મહત્વની વાત એ છે કે ઋષભ પંતની વાપસીથી દિલ્હી કેપિટલ્સની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.