November 19, 2024

વિરાટ કોહલીથી પણ આગળ થઈ ગયો આ ખેલાડી

IPL 2024: આ વખતની આઈપીએલ 2024 સિઝનમાં ટીમાં વચ્ચે ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે. ટીમો વચ્ચે તો હરીફાઈ ચાલી રહી છે , પરંતુ ટીમની અંદર પર રેકોર્ડને લઈને ખુબ હરીફાઈ જોવા મળી રહી છે. એકબીજાને પાછળ છોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બીજા સ્થાન પર પહોંચી ગયો
જે ખેલાડી સૌથી વધારે રન બનાવે છે તે બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. જે ખેલાડી વધારે વિકેટ લે છે તેને પર્પલ કેપ આપવામાં આવે છે. બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી અત્યાર સુધી પ્રથમ સ્થાન પર છે. પરંતુ હવે તે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. જાણો કોણે લીધું નંબર વન સ્થાન પર.

આ પણ વાંચો: IPL 2024 વૈભવ અરોરાએ કર્યો આ કમાલ

નંબર વન સ્થાન લીધું
IPLમાં ટીમો વચ્ચે સતત સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં સતત વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર હતો. એવું લાગ્યું કે છેલ્લે સુધી વિરાટ કોહલી રહેશે, પરંતુ રુતુરાજ ગાયકવાડે નંબર વન સ્થાન મેળવ્યું છે. વિરાટે હવે બીજા સ્થાન પર આવી ગયો છે. રૂતુરાજ ગાયકવાડે 10 મેચમાં 509 રન બનાવી નાંખ્યા છે. એક મેચ દરમિયાન તેણે 108 રનની અણનમ ઇનિંગ પણ રમી છે. એવરેજની વાત કરીએ તો તેનો સ્ટ્રાઈક રેટ 146.68 છે. હવે વિરાટ પાછળ રહી ગયો છે. રુતુરાજ ગાયકવાડે પ્રથમ સ્થાન લઈ લીધું છે. ત્રીજા સ્થાન પર ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન છે. કેપ્ટન કેએલ રાહુલે આ યાદીમાં તે ચોથા નંબર પર છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત 5માં નંબર પર યથાવત છે.