May 4, 2024

અમેરિકામાં ભારતનો ડંકો: NASAની ચેલેન્જ પર ખરા ઉતર્યા દિલ્હી-મુંબઈના બે જવાન

નવી દિલ્હી: નવી દિલ્હી અને મુંબઇના બે ભારતીય વિદ્યાર્થીએ હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ માટે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એવોર્ડ એનાયત કર્યો છે. NASA, KIET ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ અનુસાર, દિલ્હી-NCRએ ચેલેન્જની ક્રેશ એન્ડ બર્ન કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. વધુમાં કનકિયા ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈને રૂકી ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

જાણાકારી અનુસાર વિશ્વભરમાંથી 72 ટીમો સાથે 600 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુ.એસ. ના ડલ્લાસની પેરિશ એપિસ્કોપલ સ્કૂલે હાઇ સ્કૂલ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે હન્ટ્સવિલેની અલાબામા યુનિવર્સિટીએ કૉલેજ/યુનિવર્સિટી ટાઇટલ કબજે કર્યું હતું. વાર્ષિક ઈજનેરી સ્પર્ધા નાસાની સૌથી લાંબી ચાલતી સ્પર્ધા છે.

HERC નાસાનો વારસો ચાલુ રાખે છે
નાસાના વરિષ્ઠ અધિકારી વેમિત્રા એલેક્ઝાન્ડરે કહ્યું કે આ વખતે અમે સ્પર્ધાની 30મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. HERCએ નાસાની વિરાસતને આગળ વધારી રહ્યું છે. જે તેવા વિદ્યાર્થીઓને અનુભવ પ્રદાન કરે છે. જે ભવિષ્યના અંતરિક્ષ મિશનના આયોજન માટે જવાબદાર હોઈ શકે છે.