નિજ્જર હત્યાકાંડમાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી- કેનેડા
Canada: નિજ્જર હત્યા કેસમાં કેનેડાનું નવું નિવેદન સામે આવ્યું છે. કેનેડા સરકારે કહ્યું કે નિજ્જર હત્યાકાંડમાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી. આ સાથે કેનેડાએ ‘ધ ગ્લોબ એન્ડ મેલ’ના દાવાને પણ ફગાવી દીધો, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિજ્જર હત્યાકાંડમાં ભારતનું ટોચનું નેતૃત્વ સામેલ હતું. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના અખબારના આ અહેવાલને નકારી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે કેનેડિયન મીડિયા ભારતને બદનામ કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે.
ખરેખરમાં નિજ્જર હત્યા કેસમાં કેનેડા સરકાર સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ છે. ભારત સાથેના તણાવ વચ્ચે તેણે આ મામલે ઘણી વખત પોતાનું વલણ બદલ્યું હતું. આ પહેલા પણ કેનેડાએ કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડા પાસે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. અમે કોઈપણ પુરાવા વિના માત્ર ગુપ્ત માહિતીના આધારે ભારત પર આરોપ લગાવ્યો. કેનેડાએ કહ્યું કે અમે ભારતીય સુરક્ષા એજન્સીઓને વધુ તપાસ કરવા અને અમને સહકાર આપવા કહ્યું કારણ કે તે સમયે અમારી પાસે માત્ર ગુપ્ત માહિતી હતી અને કોઈ નક્કર પુરાવા નહોતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થીઓનના આરોગ્ય સાથે ચેડા, પીરસાયું હલકી ગુણવત્તાનું ભોજન