Paris Olympics 2024માં ભારતનું બીજા દિવસનું શેડ્યૂલ
India Schedule In Paris Olympics 2024 On 28th July: ઓલિમ્પિક ગેમ્સના પ્રથમ દિવસે, ભારતે બેડમિન્ટન અને શૂટિંગમાં મનુ ભાકરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આજના દિવસે પણ ભારતીય એથ્લેટ્સ એક્શનમાં જોવા મળશે. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ભાકરે શાનદાર પ્રદર્શન કરીને મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે હોકીની ટીમનું પણ જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે આજના દિવસે બધાની નજર ઘણા ખેલાડીઓ પર છે. જેમાં પીવી સિંધુ પણ આજે એક્શનમાં જોવા મળી શકે છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું શેડ્યૂલ બીજા દિવસનું શેડ્યુલ
મહિલાઓની 10 મીટર એર રાઈફલ લાયકાત: ઈલાવેનિલ વાલારિવાન અને રમિતા, IST બપોરે 12:45 વાગ્યે
પુરુષોની 10 મીટર એર રાઈફલ લાયકાત: સંદીપ સિંહ અને અર્જુન બબુતા, 2:45 PM IST
મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ મેડલ ઇવેન્ટ: મનુ ભાકર, 3:30 PM IST
મહિલા સિંગલ્સ (ગ્રુપ મેચ): PV સિંધુ વિ FN અબ્દુલ રઝાક, 12:50 PM IST
મેન્સ સિંગલ્સ (ગ્રુપ મેચ): એચએસ પ્રણય રોય વિ ફેબિયન રોથ, રાત્રે 8 વાગ્યે IST
રોઇંગ મેન્સ સિંગલ સ્કલ (રિપીચ): બલરાજ પંવાર, 1:18 pm IST
તીરંદાજી મહિલા ટીમ (ક્વાર્ટર ફાઇનલ્સ): ભારત (અંકિતા ભકત, ભજન કૌર અને દીપિકા કુમારી) વિ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ – સાંજે 5:45 PM IST
તીરંદાજી મહિલા ટીમ (સેમી-ફાઇનલ): સાંજે 7:17 IST
તીરંદાજી મહિલા ટીમ (મેડલ સ્ટેજ મેચ): 8:18 PM IST
ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): શ્રીજા અકુલા વિ ક્રિસ્ટીના કાલબર્ગ – 12:15 PM IST
ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): મનિકા બત્રા વિ અન્ના હાર્સી – 12:15 PM IST
મેન્સ સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): શરથ કમલ વિ ડેની કોજુલ – બપોરે 3:00 PM IST
મેન્સ સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): હરમીત દેસાઈ વિ ફેલિક્સ લેબર્ન – બપોરે 3:00 PM IST
સ્વિમિંગ મેન્સ 100 મીટર બેકસ્ટ્રોક (હીટ 2): શ્રીહરિ નટરાજ – 3:16 pm IST
મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ (હીટ 1): ધિનિધિ દેશિંગુ – 3:30 pm IST
બોક્સિંગ મહિલાઓની 50 કિગ્રા કેટેગરી: (32નો રાઉન્ડ): નિખત ઝરીન વિ મેક્સી ક્લોત્ઝર – બપોરે 3:50 PM IST
ટેનિસ મેન્સ સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): સુમિત નાગલ વિ કોર્ટનેય મૌટેટ – 4:55 PM IST
ટેનિસ મેન્સ ડબલ્સ (રાઉન્ડ ઓફ 32): એન શ્રીરામ બાલાજી અને રોહન બોપન્ના વિ ફેબિયન રિબુલ અને એડૌર્ડ રોજર-વેસેલિન – સાંજે 5:15 PM.
આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ