January 23, 2025

પેરિસની ધરતી પર ઈતિહાસ બન્યો, એક દિવસમાં 8 મેડલ

Paris Paralympics 2024 India Record: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય પેરા એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં એટલે કે એક દિવસમાં મહત્તમ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા 30 ઓગસ્ટે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક દિવસમાં 5 મેડલ જીત્યા હતા. ત્યારે આવો જાણીએ કઈ રમતમાં કોણે મેડલ જીત્યો.

નિતેશ કુમાર
નિતેશ બેડમિન્ટન મેન્સ સિંગલ SL3માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. નીતિશે બ્રિટનના બેટેલને 21-14, 18-21, 23-2થી હરાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

તુલાસીમાથી મુરુગેસન
તુલાસિમાથી મુરુગેસને બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5માં બીજૂં સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં તેને 21-17, 21-10થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે તે ગોલ્ડ મેળવતા મેળવતા ચૂકી ગઈ હતી.

યોગેશ કથુનિયા
યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોની ફાઇનલમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. પાંચમા દિવસે ભારતનો આ પહેલો મેડલ હતો. જે બાદ બીજા સાત મેડલ મળ્યા હતા.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

સુમિત અંતિલ
સુમિત એન્ટિલે મેન્સ જેવલિન F64ની ફાઇનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

નિત્ય શ્રી સુમતિ શિવન
નિત્યા શ્રી સુમતિ સિવને બેડમિન્ટન મહિલા સિંગલ્સ SH6 માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈન્ડોનેશિયાની રીના માર્લિનાને 21-14, 21-6થી પરાજય આપ્યો હતો.

મનીષા રામદાસ
મનીષા રામદાસે બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવ્યો હતો.

સુહાસ યથિરાજ
સુહાસ યથિરાજે પણ બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે દેશ માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. સુહાસ યથિરાજને બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4ની ફાઈનલ મેચમાં લુકાસ મઝુર સામે 21-9, 21-13થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

રાકેશ કુમાર અને શીતલ દેવી
રાકેશ કુમાર અને શિત દેવીની જોડીએ તીરંદાજીમાં અજાયબી કરી બતાવી હતી અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાકેશ અને શીતલ દેવીની જોડીએ મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડની બ્રોન્ઝ મેડલ મેચમાં ઇટાલિયન જોડી એલિયોનોરા સરતી અને માટ્ટેઓ બોનાસિનાને 156-155થી હાર આપી હતી.