January 23, 2025

IND W અને SA W વચ્ચે ત્રીજી મેચ ક્યારે અને ક્યાં રમાશે?

IND W vs SA W 3rd T20: ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે રમાવાની છે. વરસાદના કારણે 2 મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ભારતીય મહિલા ટીમ ત્રીજી ટી-20 મેચ જીતીને શ્રેણી બરોબરી કરશે. ત્યારે જાણો આ મેચ તમે ક્યાં જોઈ શકો છો.

લાઈવ મેચ જોઈ શકો છો
તમે સ્પોર્ટ્સ ચેનલ પર ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. તમે Jio Cinema એપ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. તમે અમારી વેબસાઈટ https://newscapital.com/ પર પણ સતત લાઈવ સ્કોર જોઈ શકો છો. આ સાથે તમે Jio સિનેમા પર ભારત vs દક્ષિણ આફ્રિકા મેચનું ટેલિકાસ્ટ મફતમાં જોઈ શકો છો. આ મેચ સાંજે 6.30 કલાકે શરૂ થશે.

T20 શ્રેણી માટે બંને ટીમોની ટીમઃ
ભારતીય મહિલા ટીમઃ દયાલન હેમલતા, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, સજના સજીવન, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટીલ, રાધાબેન , અમનજોત કૌર, આશા શોભના, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી.

દક્ષિણ આફ્રિકાની ટીમ: નાદીન ડી ક્લાર્ક, એની ડેર્કસેન, મીકે ડી રીડર, સિનાલો જાફતા, લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), એનેકે બોશ, તાજમીન બ્રિટ્સ, મેરિજાન કેપ્પ, અયાબોંગા ખાકા, મસાબાતા ક્લાસ, સુની લુસ, એલિસ-મેરી માર્ક્સ, નોનકુલુ. , તુમી સેખુખુને , ક્લો ટ્ર્યોન.