December 23, 2024

IND vs ZIM: આજે ભારત ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજી નિર્ણાયક T20

IND vs ZIM: ટીમ ઈન્ડિયા આજેઝિમ્બાબ્વે સામે T20 સીરિઝ રમી રહી છે. જેમાં બે T20 મેચ રમાઈ ચૂકી છે અને હાલ આ સીરિઝ 1-1 થી બરાબર છે. આ શ્રેણીની પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. ત્યારબાદ, બીજી T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. હવે પોતાનો T20WC 2024 બાદ વિજય રથ જાળવી રાખવા આજે ટીમ ઈન્ડિયા મેચની સાથે સાથે સીરિઝ જીતવાના ઇરાદે મેદાને ઉતરશે. ટીમ ઈન્ડિયા આજે એટલે કે 10 જુલાઈએ ત્રીજી T20 મેચ રમશે.

હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમશે ત્રીજી T20 મેચ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજી T20 મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 4.30 કલાકે શરૂ થશે.

સોની સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે મેચ
ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી T20 મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ થશે. આ મેચ સોની સ્પોર્ટ્સ ટેન 3 પર એસડી અને એચડી પર, Sony Sports Ten 4 (તમિલ અથવા તેલુગુ) અને Sony Sports Ten 5 પર SD અને HD બંને પર લાઇવ જોઈ શકાશે.

ત્રીજી T20 માટે IND vs ZIMના સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ/સંજુ સેમસન, રેયાન પરાગ, શિવમ દુબે, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વેની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કાયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસા.