November 13, 2024

આ ખેલાડીને IND vs SL ODI શ્રેણીની મધ્યમાં અચાનક સ્થાન મળ્યું

India vs Sri Lanka ODI Series: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. હાલમાં શ્રેણી 1-1થી બરાબર છે. કારણ કે બંને વચ્ચે રમાયેલ પ્રથમ મેચ ટાઈ રહી હતી. આ વચ્ચે શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા શ્રેણીની વચ્ચે જ બહાર થઈ ગયો છે. આ પછી, એમઆરઆઈમાં તેની ઈજાની પુષ્ટિ કરી હતી. ODI શ્રેણીમાંથી બહાર થતાની સાથે જ તેના સ્થાને ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા હસરંગા પહેલા ફાસ્ટ બોલર મતિષા પાથિરાના અને દિલશાન મદુશંકા પણ આઉટ થઈ ચુક્યા છે.

જેફર વેન્ડરસેને ટીમમાં સ્થાન મળ્યું
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાના સ્થાને જેફ વેન્ડરસેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ તે ભારતીય ટીમ સામે મેચ રમી હતી. પરંતુ તે એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો. હવે તે ભારત સામેની વનડે શ્રેણીમાં સારું પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે તે પ્રયત્યન કરશે. જેફ વેન્ડરસેએ 2015માં શ્રીલંકા તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને ખાસ તક મળી નથી.

આ પણ વાંચો: મોદી સરકારે પેરિસ ઓલિમ્પિક માટે લીધો મહત્વનો નિર્ણય, ખેલાડીઓ માટે કર્યું આ કામ

બંને ટીમોનો આવો રેકોર્ડ રહ્યો 
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 169 ODI મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 99માં જીત પ્રાપ્ત કરી છે. શ્રીલંકાએ 57 મેચમાં જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. બે મેચ ટાઈ રહી છે.