January 23, 2025

IND vs SL: ODI શ્રેણી પહેલા મોટો ઝટકો, આ ખેલાડીઓ આઉટ

India vs Sri Lanka ODI Series Update: ભારત અને શ્રીલંકા વચ્ચે ODI સિરીઝ 2 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા એક મોટો ઝટકો લાગી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણ મેચની T-20 સિરીઝ પહેલા જ હારી ચૂકેલી શ્રીલંકાની ટીમ હવે વધુ મુશ્કેલીમાં વધારો થયો છે. બે ખેલાડીઓ ઈજા સાથે બહાર છે. તેમની બદલીની પણ જાહેરાત કરવામાં આવી છે.

રિઝર્વ પ્લેયર તરીકે સામેલ
ભારતીય ક્રિકેટ ટીમ હાલ રોહિત શર્માની કપ્તાની હેઠળ શ્રીલંકાના પ્રવાસે છે. પ્રથમ મેચ 2 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. આ પહેલા મતિશા પથિરાના અને દિલશાન મદુશંકા ODI સિરીઝમાં ભાગ નહીં લે કારણે તે આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. શ્રીલંકા ક્રિકેટે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. ટીમમાં મોહમ્મદ શિરાઝ અને ઈશાન મલિંગાની એન્ટ્રી આપી દેવામાં આવી છે. કુસલ જેનિથ, પ્રમોદ મદુશન અને જેફરી વેન્ડરસેને પણ ટીમમાં રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકના આ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય

ભારત vs શ્રીલંકા ODI શ્રેણીનું શેડ્યૂલ
પ્રથમ ODI: 2 ઓગસ્ટ: કોલંબો
બીજી ODI મેચ: 4 ઓગસ્ટ: કોલંબો
ત્રીજી ODI મેચ: 7 ઓગસ્ટ: કોલંબો