November 23, 2024

IND vs SA: ફાઇનલમાં ટોસ જીતનાર જીતે છે ટાઇટલ, રસપ્રદ છે આંકડા

IND vs SA: T20 WC 2024ની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોઝમાં રમાવા જઈ રહ્યો છે. આ મેચમાં ટોસ મહત્વનો બની શકે છે. T20 WCની નવમી સિઝન છે અને છેલ્લી 8 સિઝનમાં ટોસને લઈને કેટલાંક એવા આંકડા જોવા મળ્યા છે જે ખરેખર ચોંકાવનારા છે. જાણીને તમને આશ્ચર્ય થશે કે ટોસ જીતનાર ટીમના ચેમ્પિયનશીપ જીતવાની શક્યતા 87.5 ટકા રહેલી છે. તો અત્યાર સુધી માત્ર એકવાર એવું બન્યું છે જેમાં ટોસ હારનાર ટીમે મેચ જીતીને ટુર્નામેન્ટ જીતી લીધી હોય.

એટલું જ નહિ, ફાઇનલમાં ટીમો રન ચેઝ કરીને સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે. ભારત પોતાના બીજા T20 ટાઇટલ માટે મેચમાં ઉતરશે. ભારતે 2007માં T20 WCની પહેલી ટ્રોફી પોતાને નામ કરી લીધી હતી. તો દક્ષિણ આફ્રિકા પોતાના પહેલા ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. બાર્બાડોઝમાં ટોસનું પણ ખાસ મહત્વ છે અને T20 WCના છેલ્લા 8 સિઝનમાં ટોસના આંકડા પણ રસપ્રદ રહ્યા છે.

બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 8 મેચ યોજાઈ છે, જેમાંથી 6 મેચોમાં પરિણામ આવ્યું છે. પહેલા અને પછી બેટિંગ કરનાર ટીમોએ ત્રણ-ત્રણ મેચ જીતી હતી. જ્યારે એક મેચ ટાઈ રહી હતી. કેન્સિંગ્ટન ઓવલ ટુર્નામેન્ટમાં ત્રીજું સૌથી વધુ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે, જેમાં પ્રતિ ઓવર 7.78ની રનરેટથી રન આવે છે. સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં જ બેટ્સમેનોએ આ T20 વર્લ્ડ કપ એડિશનમાં બાર્બાડોસ કરતા ઝડપી દરે રન બનાવ્યા છે. આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં કુલ 29 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાંથી 19માં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી બે મેચોમાં રન ચેઝ કરી રહેલી ટીમની જીત થઈ છે.

કેન્સિંગ્ટન ઓવલ ખાતે T20 આંતરરાષ્ટ્રીય મેચોના આંકડા

  • કુલ મેચ: 32
  • પ્રથમ બેટિંગ કરનાર ટીમની જીત: 19
  • રન ચેઝ કરતી ટીમની જીત: 10
  • ટાઇ: 1
  • કોઈ પરિણામ ના આવ્યું હોય તે વી મેચ: 2
  • પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર: 159
  • હાઈએસ્ટ સ્કોર: વેસ્ટ ઈન્ડિઝ 224/5 (20) vs ઈંગ્લેન્ડ ( વર્ષ 2022)
  • ન્યૂનતમ સ્કોર: અફઘાનિસ્તાન 80 (16) vs દક્ષિણ આફ્રિકા (વર્ષ 2010)