IND vs SA: ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમો કેટલી વાર ટકરાઈ, કોનું જોર વધુ?
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે બાર્બાડોસમાં રમાવાની છે. બંને ટીમ સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ભારત 17 વર્ષ પછી બીજા T20 વર્લ્ડ કપના શોધમાં છે તો દક્ષિણ આફ્રિકા તેની પ્રથમ ટાઇટલ પર નજર રાખી રહ્યું છે. બંને ટીમની આજે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ક્રિકેટ ચાહકો પણ આ મેચને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ
ભારતે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને દસ વર્ષ બાદ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. T20 ઈન્ટરનેશનલ મેચોમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો રેકોર્ડ ખૂબ જ ઓછા માર્જિનથી આગળ જોવા મળી રહ્યો છે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 26માંથી 14 મેચમાં જીત મેળવી છે આ સાથે દક્ષિણ આફ્રિકાએ 11માં જીત મેળવી છે. ખાસ વાત તો એ છે કે ભારતે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી પાંચ T20 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે. વર્ષ 2023 માં દક્ષિણ આફ્રિકા સામે તેની સૌથી મોટી T20I જીત નોંધાવી હતી.
કેવો રહ્યો વર્લ્ડ કપ રેકોર્ડ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે છમાંથી ચાર મેચમાં જીત મેળવી છે. વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. વર્ષ 2014માં T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની શાનદાર ઈનિંગના આધારે તે મેચ જીતી હતી.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા
બંને ટીમોમાંથી 11 રમવાની સંભાવના છે
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ક્વિ હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, ન્ટન ડી કોક (વિકેટ-કીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન),કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબ્રાઈઝ શમ્સી.