December 23, 2024

IND vs SA Final Weather Report: ફાઇનલના દિવસે વરસાદ બનશે વિલન?

IND vs SA Final Weather Report: T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલની મેચની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આવતીકાલે IND vs SAનો મહામુકાબલો થવાનો છે. કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ફાઇનલના દિવસે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન હવામાનની આગાહી શું છે?

ભારે વરસાદની અપેક્ષા
આગામી થોડા દિવસોમાં બાર્બાડોસમાં વરસાદની આગાહી છે. ત્યારે આવતીકાલે IND vs SA Final મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ વરસાદની સંભાવના છે. રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલના દિવસે 78% વરસાદની સંભાવનાઓ છે. આગાહીમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે જાહેરાત કરવામાં આવી છે. જો આવતીકાલે વરસાદ પડશે તો 30 જૂને આ મેચનું આયોજન થશે. જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડશે તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા

અંતિમ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગમાં સમાન સ્પર્ધા જોવા મળે છે. આ મેદાન પર ઝડપી બોલરોને બાઉન્સ સાથે બોલને સ્વિંગ કરવાનો મોકો પણ મળે છે. આ મેચ દરમિયાન ટોસની ખાસ ભૂમિકા જોવા મળે છે. આ મેદાનમાં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 19માં અને લક્ષ્યનો પીછો કરનાર ટીમનો 11માં વિજય મળ્યો છે. અહીં સૌથી વધુ રન ચેઝ 172 રન છે. જેના કારણે બંને ટીમોની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે.