June 30, 2024

બારબાડોસમાં બોલરોનો તરખાટ કે બેટ્સમેનના ફટકાં? સમજવા જેવો છે પિચ રિપોર્ટ

IND vs SA Final Pitch Report: T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાવાની છે. આવતીકાલે કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન બાર્બાડોસ ખાતે આ મેચ રમાવાની છે. આફ્રિકાએ અફઘાનિસ્તાનને અને ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં બંને ટીમ પહોંચી ગઈ છે.

આમને સામને આવશે
T20 વર્લ્ડ કપમાં ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા સતત 8 મેચ જીતીને તો ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ભારતની એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આ બંને ટીમ બાર્બાડોસની પીચ પર આમને સામને આવશે. આ મેચ ખુબ રોમાંચક જોવા મળશે. ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ દરમિયાન વરસાદ ચાહકોની મજા બગાડી શકે છે.

આ પણ વાંચો: સેમિફાઇનલમાં જીત મેળવતાં જ કેપ્ટન રોહિતનો વીડિયો વાયરલ

અંતિમ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગમાં સમાન સ્પર્ધા જોવા મળે છે. આ મેદાન પર ઝડપી બોલરોને બાઉન્સ સાથે બોલને સ્વિંગ કરવાનો મોકો પણ મળે છે. આ મેચ દરમિયાન ટોસની ખાસ ભૂમિકા જોવા મળે છે. આ મેદાનમાં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 19માં અને લક્ષ્યનો પીછો કરનાર ટીમનો 11માં વિજય મળ્યો છે. અહીં સૌથી વધુ રન ચેઝ 172 રન છે. જેના કારણે બંને ટીમોની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે.