January 23, 2025

દુબઈની ધરતી પર IND vs PAK વચ્ચે આ તારીખે થશે મુકાબલો

IND vs PAK: જ્યારે પણ પાકિસ્તાન અને ઈન્ડિયાની ક્રિકેટની ટીમ આમને સામને આવે છે ત્યારે તમામની નજર આ મેચ પર રહે છે. ક્રિકેટ ચાહકો માટે ફરી આ પળ આવી ગઈ છે. બંને ટીમ ફરી આમને સામને થવાની છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ચેમ્પિયન્સ ટ્રોફી 2024ને લઈને હજૂ ચર્ચાઓ થઈ રહી છે. હજૂ પણ એ ફાઈનલ થયું નથી કે આ ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે. જોકે BCCI પહેલા જ આ વાત કહી દીધી કે છે કે ટીમ ઈન્ડિયા આ મેચ માટે પાકિસ્તાન નહીં જાય. હવે આ ચર્ચા વચ્ચે પાકિસ્તાન અને ઈન્ડિયા વચ્ચે મુકાબલો થવાનો છે. બંને ટીમના ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2 દિવસ પછી બંને ટીમ આમને સામને આવશે. U19 એશિયા કપ 2024ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાનનો મુકાબલો થશે. સૌથી મોટી મેચ 30 તારીખના રમાશે. આ મેચનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહને મળી ગયો નવો બોલિંગ પાર્ટનર

બંને ટીમો

ભારતીય અંડર-19 ટીમઃ કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટમેન), આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), અનુરાગ કવડે (વિકેટમેન), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર.

પાકિસ્તાન અંડર-19 ટીમઃ મોહમ્મદ હુઝેફા, નાવેદ અહેમદ ખાન, હસન ખાન, શાહઝેબ ખાન, ઉસ્માન ખાન, ફહમ-ઉલ હક, સાદ બેગ (કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ અહેમદ, હારૂન અરશદ, તૈયબ આરીફ, અલી રઝા, મોહમ્મદ રિયાઝુલ્લાહ , અબ્દુલ સુભાન, ફરહાન યુસુફ, ઓમર ઝૈબ