December 23, 2024

IND અને ENG ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, ટીમ ઈન્ડિયાની થશે ખરી કસોટી

IND vs ENG Test Series: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વર્ષ 2025 માં ઉનાળાની સીઝન માટેના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસની તારીખની પણ જાહેરાત થઈ ગઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતા વર્ષે 20 જૂનથી 4 ઓગસ્ટ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમ પણ તે જ સમયે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. મહિલા ટીમો વચ્ચે 3 T20 અને 3 ODI મેચ રમાવાની છે. વર્ષ 2026માં પહેલીવાર લોર્ડ્સના મેદાન પર મહિલા ટીમોની ટેસ્ટ મેચ રમાશે, જેમાં ભારત અને ઈંગ્લેન્ડ સામસામે આવશે.

  • પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન (લીડ્સ)
  • બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ (બર્મિંગહામ)
  • ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ (લોર્ડ્સ)
  • ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ (માન્ચેસ્ટર)
  • પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ (ધ ઓવલ, લંડન)

આ પણ વાંચો:  બાંગ્લાદેશના આ સ્ટાર ખેલાડી હત્યા કેસમાં ફસાયા, FIR નોંધાઈ

ફાઈનલ યોજાવાની
તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની તારીખની હજી જાહેરાત કરવામાં આવી નથી. ફાઈનલ મેચ આવતા વર્ષે જૂનમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા તેણે ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાનારી WTC ફાઈનલના પડકારને પાર કરવો પડશે. ECBના CEO રિચર્ડ ગોલ્ડનું કહેવું છે કે ભારત સામેની શ્રેણી તેમના માટે હંમેશા ફાયદાકારક રહી છે. બંને ટીમોની અગાઉની ટેસ્ટ સિરીઝ પણ જોરદાર રહી હતી. આવતા વર્ષે પણ બંને ટીમો વચ્ચે આકરો મુકાબલો જોવા મળશે.