May 10, 2024

IND vs ENG: પૂર્વ કેપ્ટન બન્યો ધ્રુવ જુરેલની બેટિંગનો ફેન બન્યો

અમદાવાદ: રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ તેના ખુબ વખાણ થઈ રહ્યા છે. ધ્રુવ જુરેલે 149 બોલમાં 90 રન બનાવ્યા છે. આ ઇનિંગની મદદથી તેણે ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં 307 રન સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે શું કહ્યું?
ધ્રુવ જુરેલે શાનદાર ઈનિંગ રમતાની સાથે તેના ખોબા ભરી ભરીને વખાણ થઈ રહ્યા છે, ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક ધ્રુવ જુરેલની ઈનિંગથી ખૂબ જ પ્રભાવિત જોવા મળી રહ્યો છે. તેમને પણ તેના વખાણ કર્યા હતા. એલિસ્ટર કૂકે વખાણ કરતા કહ્યું કે કે ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું છે. ક્રિકેટના ઘણા મહાનુભાવોએ ધ્રુવ જુરેલની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને તેના વખાણ ક્રિકેટરો કરી રહ્યા છે.

સલામ સેલિબ્રેશન
ધ્રુવ જુરેલને આ સિરીઝની ત્રીજી મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. જુરેલે જ્યારે તેની ફિફ્ટી પૂરી કરી ત્યારે તેણે સલામી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે તમને સવાલ થતો હશે કે આવી રીતે તેણે કેમ ઉજવણી કરી તો તમને જણાવી દઈએ કે ઉજવણીની શૈલી પાછળનું કારણ જુરેલના પિતા છે. તેના પિતા ભારતીય સેનામાં હતા. તેમના પિતા કારગિલ યુદ્ધનો પણ ભાગ હતા. આ કારણ હતું કે તેણે આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.