Ind Vs Eng 3rd Test: અશ્વિનની મોટી ભૂલ, ઈંગ્લેન્ડને મળી ભેટ
રાજકોટ: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે કંઈક અલગ નજારો જોવા મળ્યો હતો. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રવિચંદ્રન અશ્વિનની એ એક ભૂલ કરી અને તેની સજા ટીમ ઈન્ડિયાને મળી છે. જાણો કે એવું તો શું થયું?
દોષી ગણાવ્યો
અમ્પાયરે અશ્વિનને ડેન્જર એરિયામાં દોડવા માટે તેને દોષી ગણાવ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાને 5 રનના દંડનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે આ કારણથી ઈંગ્લેન્ડની ટીમને ફાયદો થયો અને તેના ખાતમાં 5 રન એડ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે હવે જયારે ઈંગ્લેન્ડ તેની ઇનિંગની શરૂ કરશે ત્યારે તેના સ્કોર બોડમાં પહેલેથી જ 5 રન ઉમેરી દેવામાં આવશે.
દોડવા માટે દોષિત
તમને જણાવી દઈએ કે જો ક્રિકેટર પિચની વચ્ચે દોડવા માટે દોષિત સાબિત થાય છે તો તેને પહેલી વખત ચેતવણી આપવામાં આવે છે. ત્યારબાદ તને દંડ આપવામાં આવે છે. જેના કારણે આ મેચ દરમિયાન રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે પણ પીચની વચ્ચે દોડી ગયો હતો ત્યારે ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ અશ્વિને પણ આવું કર્યું ત્યારે અમ્પાયર દ્વારા ભારતીય ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પિતા થયા ભાવુક
ગુરુવારે ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ રમાણી હતી. જેમાં સરફરાઝ ખાનને જોઈને તેના પિતા ભાવુક થતા જોવા મળ્યા હતા. આ મેચ બાદ તેના પિતાએ મોટું નિવેદન આપ્યું છે.આ સમયે સરફરાઝના પિતાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આ ક્ષણને જોવા માટે લાંબા સમયથી હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તેના પિતાએ એક મોટો ખુલાસો કરીને કહ્યું છે કે જો ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ન હોત તો કદાચ તેણે સરફરાઝ ખાનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા જોયો ન હોત. સૂર્યકુમારના મેસેજ પછી તેના પિતાએ પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું કે આ મેસેજ મળ્યા બાદ નૌશાદે રાજકોટ જવાની વ્યવસ્થા કરી હતી. તેણે કહ્યું કે સૂર્યા તરફથી આ સંદેશ મળ્યા બાદ હું મારી જાતને આવવાથી રોકી શક્યો નહીં. ગોળી લઈને ગઈકાલે અહીં આવ્યો હતો. સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ મેચમાં 62 રનની જોરદાર ઇનિંગ રમી હતી. જોકે તે રનઆઉટ થયો હતો. જેના કારણે તે આ ઇનિંગ્સને સદીમાં બદલી શક્યો ન હતો.