May 20, 2024

WTC Points Table: ન્યૂઝીલેન્ડે વધારી ટીમ ઈન્ડિયાની મુશ્કેલી

અમદાવાદ: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર બદલાવ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની પહેલાથી નંબર વન પર હતી. હવે તો બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યા બાદ તેણે પોતાની લીડ વધુ વધારી દીધી છે. જેની અસર ભારતીય ટીમ પર પડી શકે છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવશે તો પણ તે નંબર વનનું સ્થાન મેળવી શકશે નહીં.

પોઈન્ટ ટેબલમાં ફેરફારો
ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત પછી બાંગ્લાદેશની ટીમ ચોથા સ્થાન પર જોવા મળી રહી છે. બીજી બાજૂ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. ટીમે અત્યાર સુધી રમેલી 5 ટેસ્ટમાંથી બેમાં જીત અને ત્રણમાં હાર થઈ છે. આગામી મેચની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે બાકીની બે ટેસ્ટ રમાશે, જેમાં ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઘણા ફેરફારો થઈ શકે છે.

થશે ફાયદો
જો ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવશે તો તેને ફાયદો થઈ શકે છે. ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સીધા બીજા સ્થાને પહોંચી જશે. ભારતની અત્યાર સુધીની મેચની વાત કરવામાં આવે તો ભારતે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ રમી છે. આગામી મેચ જીત્યા પછી, તેની જીતેલી મેચોની સંખ્યા વધીને 4 થશે અને PCT 59.5 પર પહોંચી જશે. આનો અર્થ એ છે કે PCT ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા કરતા વધુ પાછળ રહેશે.

પિતા થયા ભાવુક
ગુરુવારે ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ રમાણી હતી. જેમાં સરફરાઝ ખાનને જોઈને તેના પિતા ભાવુક થતા જોવા મળ્યા હતા. આ મેચ બાદ તેના પિતાએ મોટું નિવેદન આપ્યું છે.આ સમયે સરફરાઝના પિતાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આ ક્ષણને જોવા માટે લાંબા સમયથી હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તેના પિતાએ એક મોટો ખુલાસો કરીને કહ્યું છે કે જો ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ન હોત તો કદાચ તેણે સરફરાઝ ખાનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા જોયો ન હોત. સૂર્યકુમારના મેસેજ પછી તેના પિતાએ પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું કે આ મેસેજ મળ્યા બાદ નૌશાદે રાજકોટ જવાની વ્યવસ્થા કરી હતી. તેણે કહ્યું કે સૂર્યા તરફથી આ સંદેશ મળ્યા બાદ હું મારી જાતને આવવાથી રોકી શક્યો નહીં. ગોળી લઈને ગઈકાલે અહીં આવ્યો હતો. સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ મેચમાં 62 રનની જોરદાર ઇનિંગ રમી હતી. જોકે તે રનઆઉટ થયો હતો. જેના કારણે તે આ ઇનિંગ્સને સદીમાં બદલી શક્યો ન હતો.