January 23, 2025

IND vs AFG Weather: શું ભારત-અફઘાનિસ્તાન મેચ દરમિયાન વરસાદ પડશે?

IND vs AFG: આજે IND vs AFG વચ્ચે મહામુકાબલો છે. T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. આ મેચનું આયોજન બાર્બાડોસમાં કરવામાં આવ્યું છે. ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીત્યા બાદ અહીં આવી છે. જોકે એક મેચમાં વરસાદ પડવાના કારણે રદ કરી દેવામાં આવી હતી. આ બાજૂ અફઘાનિસ્તાનને તેની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે આજનું હવામાન શું કહે છે વરસાદ પડશે કે શું આવો જાણીએ.

હવામાન અહેવાલ શું કહે છે?
અમેરિકામાં રમાયેલી ઘણી મેચો વરસાદને કારણે રદ કરી દેવામાં આવી છે. વરસાદના કારણે કેનેડા અને ભારત વચ્ચે જે મેચ હતી તે પણ રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે આજની મેચમાં પણ ક્રિકેટ ચાહકો ચિંતામાં છે કે વરસાદ આવશે તો આ મેચ રદ થઈ જશે. તમને જણાવી દઈએ આજના દિવસે મેચ સમયે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની સંભાવના 14 ટકા જોવા મળી રહી છે. જેના કારણે એવું પણ કહી શકાય કે મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. આજના દિવસે તાપમાન 31 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝની ટીમનું ધમાકેદાર પ્રદર્શન, તોડ્યો 10 વર્ષ જૂનો રેકોર્ડ

બંને ટીમોના રેકોર્ડ
T20માં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ આઠ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો ત્રણ વખત મુકાબલો થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટીમ ભારત આજની મેચ જીતવા માટે પૂરો પ્રયત્ન કરશે. આ બંને ટીમ વચ્ચે જે છેલ્લી મેચ રમાઈ હતી તે દરમિયાન ભારતે જીત પ્રાપ્ત કરી હતી. હવામાન વિભાગે પ્રમાણે વરસાદની 14 ટકા સંભાવના છે. તો બની શકે કે આજના દિવસે વરસાદ પડે.