May 9, 2024

જેલમાં બંધ ઈમરાન ખાન બધાને ચોંકાવી દેશે, ચૂંટણી પહેલા પ્લાન C તૈયાર

ઈસ્લામાબાદ: થોડા જ દિવસોમાં પાકિસ્તાનની ચૂંટણી આવી રહી છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને હવે માત્ર ત્રણ અઠવાડિયા બાકી રહ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણી હોય અને ઈમરાન ખાન ચર્ચામાં ના આવે તેવું બની શકે નહીં. ચૂંટણીના કારણે  પાકિસ્તાનના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સામાન્ય ચૂંટણી પહેલા જેલમાં બંધ ઈમરાન ખાને કહ્યું છે કે તેમની પાર્ટી તારીખ 8 ફેબ્રુઆરી 2024ના પોતાના ‘પ્લાન C’ દ્વારા બધાને ચોંકાવી દેશે. તેમણે કહ્યું કે જો ‘પ્લાન A’ અને ‘પ્લાન B’ નિષ્ફળ જાય છે, તો અમે અમારા ‘પ્લાન C’ સાથે પણ તૈયાર છીએ.

આશ્ચર્યજનક દાવા
તારીખ 8 ફેબ્રુઆરીએ યોજાનારી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓ પહેલા, દેશની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ના નિર્ણયને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનની મીડિયાએ જણાવ્યું કે ઈમરાન ખાને જેલમાં પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં ખાને દાવો કર્યો હતો કે પીટીઆઈ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ષડયંત્રના ભાગરૂપે, પાર્ટીના લગભગ 10,000 કાર્યકરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમની પાર્ટીને ખતમ કરવાના પ્રયાસો પણ પૂરજોશમાં ચાલી રહ્યા હતા. પરંતુ અમારી પાસે પ્લાન A અને B પણ તૈયાર છે. જો આ બન્ને પણ નિષ્ફળ જાય છે તો અમારી પાસે પ્લાન c તૈયાર છે.

આ પણ વાચો:  પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના મીઠા સંબંધોએ કેમ ખટાશ પકડી લીધી?

લાઈવ ટેલિકાસ્ટની કરી માંગ
ઈમરાન ખાને આ દરમિયાન જેલ ટ્રાયલનું લાઈવ ટેલિકાસ્ટ કરવાની પણ માંગ કરી હતી. ઇમરાને વધુમાં કહ્યું કે દેશને સમજવાની જરૂર છે કે કોર્ટમાં શું ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈમરાન ખાને સિફર મુદ્દે પણ મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમની પાર્ટીને નિશાન બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાન આર્મીના કોર્પ્સ કમાન્ડર હાઉસ અને જીએચક્યુને નિશાન બનાવીને હિંસક દેખાવો લંડન કરારનો એક ભાગ વિશે તેમણે કહ્યું હતું. ખાને મોટા દાવા સાથે જણાવ્યું કે આ ખલેલ પાછળ પીટીઆઈનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો.

ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારની હત્યા
પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં પાકિસ્તાન પ્રશાસન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ સામે એકતરફી ઉભું હોય તેવું લાગી રહ્યું છે. તેનું કારણ એ છે કે ઈમરાન ખાનની પાર્ટીના નેતા શાહ ખાલિદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ શાહ ખાલિદ છોટા લાહોરનો રહેવાસી છે. મોટરસાઇકલ ઉપર હુમલાખોરો આવ્યા અને શાહ ખાલિદની હત્યા કરી દીધી હતી. પરંતુ આ હત્યાની ખાસ વાત એ છે કે પોલીસે આ એફઆઈઆરમાં કહ્યું કે આ હત્યા અંગત અદાવતના કારણે થઈ છે. તો બીજી બાજૂ એ સવાલ પણ છે કે જો કોઈ અંગત અદાવતમાં હત્યા થઈ તો દુશ્મન કોણ અને હુમલાખોરો કોણ હતા? જે માટે પોલીસ સંપૂર્ણ મૌન છે.

આ પણ વાચો: શ્રી રામ મંદિરને લઈને નેપાળ-બિહાર બોર્ડર પર પોલીસે સતર્કતા વધારી, અરાજક તત્વો પર રાખશે નજર