January 23, 2025

Pakistan સામે જીતવા USA પાસેથી બોધપાઠ લઈ શકે ટીમ ઈન્ડિયા

ICC T20 વર્લ્ડ કપ 2024 ની 19મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે પાકિસ્તાનને તેની પ્રથમ મેચમાં યુએસએ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે રોહિતની સેનાએ હારેલી સેનામાંથી શીખવા જેવી કેટલીક વસ્તુ છે જે પાકિસ્તાન સામેની મેચમાં શિકાર થતા અટકાવી શકે છે. 5 વસ્તુઓ એવી છે કે, જે ભારતે અમેરિકા પાસેથી શીખવી પડશે અને તેનો ઉપયોગ પાકિસ્તાન સામે કરવો પડશે. નહીંતર બાબર આર્મી સરળતાથી ગેમ જીતી શકે છે.

સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગયો
ભારતે પાકિસ્તાન સામે અમેરિકાની જેમ રમવું પડશે. ટીમે એકબીજાનો સહારો બનીને રમવું પડશે. એકબીજાને ટેકો આપવો પડશે. જો ખેલાડીઓ એકબીજાને મદદ કરે છે. જો તેઓ વ્યક્તિગત રીતે નહીં પરંતુ એક ટીમ તરીકે રમે તો તેઓ પાકિસ્તાનને હરાવી શકે છે. અમેરિકા સામે પાકિસ્તાનનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગયો હતો. પાકિસ્તાને માત્ર 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કોઈપણ બેટ્સમેન પોતાની છાપ ઊભી કરી શક્યા ન હતા. જોકે બાબર આઝમે 44 રન બનાવ્યા હતા. ભારતે પણ આવી જ એક રણનીતિ તૈયાર કરીને બોલિંગ કરવી પડશે અને પાકિસ્તાનના ટોપ ઓર્ડરને રોકવો પડશે. આ બન્ને ટીમ માટે એક નિર્ણાયક મેચ બની રહેશે. યુએસએના સ્પિનર ​​નોસ્ટુશ કેન્ઝીગે પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરના સ્પેલમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી.

અપેક્ષા રાખવામાં આવશે
ભારતીય સ્પિનરો પાસેથી પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. સ્પીનર્સ પાકિસ્તાનના બેટ્સમેનને થોડા મુંઝવણમાં મૂકી શકે છે. જોકે, આની સામે પાકિસ્તાનની રણનીતિ પણ એટલી જ અસર કરે છે. ઓછા બોલમાં તે મોટો સ્કોર બનાવે છે તો ભારતીય ટીમે ચાલું મેચે પણ રણનીતિ બદલવી પડે. અમેરિકન ટીમના ભારતીય મૂળના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરે પણ પાકિસ્તાનની ટીમની કમર તોડી નાખી હતી. એની ઘાતક બોલિંગ સામે પાક. બેટ્સમેન ખાસ કોઈ રન બનાવી શક્યા ન હતા.

આ પણ વાંચો: પાકિસ્તાન ટીમને માત આપનાર ગુજ્જુ બોય, ગુજરાતની ટીમમાં હતું ખાસ સ્થાન

કમાલ કરી નાંખી
આ 4 ઓવરના સ્પેલમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી. સુપર ઓવરમાં પણ કમાલ કરી નાંખી હતી. ભારતીય ટીમમાંથી એક ફાસ્ટ બોલરે પાકિસ્તાન સામે સૌરભની ભૂમિકા ભજવવી પડશે. આવું થશે તો પાકિસ્તાન ટીમના બેટ્સમેનને બ્રેક લગાવી શકાશે. યુએસએના કેપ્ટન મોનાંક પટેલે શાનદાર અડધી સદી ફટકારી હતી. અમેરિકાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતે પણ આ રીતે શરૂઆત કરવી પડશે અને શરૂઆતમાં ઓછામાં ઓછી વિકેટ ગુમાવવાનો પ્રયાસ કરવો પડશે.