May 4, 2024

વિજયવાડા જતી કાર પાર્ક કરેલા ટ્રકને અથડાઇ, મહિલા અને બાળક સહિત 6ના કરૂણ મોત

નવી દિલ્હીઃ તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. અથડામણ થતાંની સાથે જ એકાએક વિસ્ફોટ થયો અને કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત નાલગોંડાના કોદાદ શહેરમાં દુર્ગાપુરમ હાઇવે પર થયો હતો.

હૈદરાબાદના છ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે એક કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ લોકો વિજયવાડા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક ખરાબ હોવાના કારણે રોડની સાઈડમાં ઉભી હતી. ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી. કોડાડા વિસ્તારમાં આવી જ બીજી દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ આ અકસ્માત થયો હતો. ગત બનાવમાં ટીપર કારની ટક્કરે યુવાન દંપતિનું મોત થયું હતું.

કોદાદ ટાઉન પીએસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે સૂર્યપેટના દુર્ગાપુરમ રોડ પર એક લૉરી સાથે કાર અથડાતાં છ લોકોના મોત થયા હતા. કારમાં 10 લોકો હૈદરાબાદથી વિજયવાડા જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. લૉરી ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવી રહ્યો છે.

રાજસ્થાનમાં પણ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો
તાજેતરમાં રાજસ્થાનમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. દૌસાના સાંથલ રોડ પર રવિવારે બપોરે 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘણી મહેનત પછી કારમાં બેઠેલા લોકોને બહાર કાઢ્યા અને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા. એક ઘાયલ વ્યક્તિને જયપુર રીફર કરવામાં આવ્યો હતો.