May 4, 2024

કેજરીવાલની EDએ કેમ કરી ધરપકડ? સુપ્રીમ કોર્ટે કહ્યું- તપાસમાં નથી આપી રહ્યા સહકાર

નવી દિલ્હી: EDએ ગુરુવારે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજીનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.

EDએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, “અરવિંદ કેજરીવાલની ધરપકડ કાયદેસર છે. અમે કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને નવ સમન્સ મોકલ્યા હતા. પરંતુ તેઓ એકમાં પણ હાજર થયા ન હતા. કેજરીવાલ મની લોન્ડરિંગના દોષી છે.

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે કેજરીવાલની કોઇ ખરાબ ઇરાદાને કારણે ધરપકડ કરવામાં આવી નથી. કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. આવી સ્થિતિમાં કોઈ નેતા સાથે અન્ય ગુનેગારોથી અલગ વર્તન કરવું બંધારણ હેઠળ નથી.

EDએ શું કહ્યું?
EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા. તે દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના જવાબ આપી રહ્યા ન હતા. ખરેખરમાં કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.

હાઈકોર્ટમાંથી રાહત ન મળતા કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે દારૂની નીતિની રચના અને તૈયારીમાં અનિયમિતતા હતી.

EDએ કયા આરોપો લગાવ્યા છે?
EDએ અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસની ગેરરીતિઓમાં મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીનો દાવો છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં કેજરીવાલની પૂછપરછ જરૂરી છે. જ્યારે AAPએ આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે ભાજપ આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે.