November 17, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, કહ્યુ – કાર્યકર્તા જ અસલી ઉમેદવાર

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય ખાતે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીએ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ એકબીજાને સામસામે ગુલાલથી તિલક કરી રંગપર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે તમામ હાજર લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે દેશના તમામ ભાજપના કાર્યકરોને પણ શુભકામનાઓ પાઠવી છે. ધૂળેટીનું પર્વ સમાનતાનું પ્રતિક છે. દેશ-દુનિયામાં રહેતા રામભક્તો માટે વિશેષ તહેવાર છે.

તેમણે ઉમેર્યું હતું કે, 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર ધૂળેટી રમી રહ્યા છે. તે આપણાં સૌ માટે આનંદમય છે. આ ઉપરાંત તેમણે સ્વસ્થતા, તંદુરસ્તી, ખુશીઓ, સમૃદ્ધિ અને પ્રગતિ લઈને આવે તેવી મારી પ્રભુની પ્રાર્થના છે. તેમજ તેમણે લોકસભા ચૂંટણી માટે કહ્યુ હતુ કે, ‘ચૂંટણીમાં ઉમેદવાર ઓછો દેખાશે. તમારે વધારે દેખાવવાનું છે.’

આ પણ વાંચો: અમિત શાહને મળ્યા બાદ રાજ ઠાકરે કરશે મોટી જાહેરાત…!

ગુજરાતની 26 લોકસભા સીટના ઉમેદવાર જાહેર
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. ત્યારે ભાજપે અત્યાર સુધીમાં ઉમેદવારોની કુલ 5 યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની તમામ 26 સીટ પર ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. જેમાં ઘણાં જૂના જોગીઓને રિપિટ કરવામાં આવ્યા છે. તો અમુક સીટ પર નવા ઉમેદવાર પર દાવ લગાવ્યો છે.