January 23, 2025

બ્રાઝિલમાં અત્યાર સુધીનો સૌથી ભયંકર વરસાદ, 37ના મોત

રિયો ગ્રાન્ડે દો સુલ: બ્રાઝિલમાં અત્યાર સુધીનો સૌથી ભયંકર વરસાદ પડી રહ્યો છે. જેમાં અંદાજે હાલ 37ના મોત થયા છે. આ મોતના આંકડામાં વધારો થઈ શકે છે. 600થી વધુ સૈનિકો અને 12 વિમાન બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હજુ પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે.

મૃત્યુઆંક વધી શકે
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. અલ જઝીરાના રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે મોતના આંકડામાં વધારો થઈ શકે છે. લોકોમાં હાલ ભારે ભય જોવા મળી રહ્યો છે, લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તંત્ર લોકોને શોધવા માટે સતત ઓપરેશન કરી રહ્યું છે. બચાવ કાર્ય સતત ચાલુ છે.

આ પણ વાંચો: ચીનમાં ભારે વરસાદના કારણે હાઈવે તૂટી પડ્યો, 36 લોકોના મોત

રાહત કાર્યમાં લાગેલા
બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 626 સૈનિકો સાથે 12 એરક્રાફ્ટ, 45 વાહનો અને 12 બોટ તૈનાત કરીને સંઘીય સહાય પહેલેથી જ કાર્ય કરી રહ્યા છે. જેમાં લોકોને ખોરાક, પાણી અને ગાદલા જેવા આવશ્યક પુરવઠોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વાત વચ્ચે એક મોટો ભય એ પણ છે કે રાજ્યની મુખ્ય નદી ચિંતાજનક સ્તરે પહોંચવાની ધારણા છે. જો આવું થાય છે તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આગાહી એજન્સીઓએ ખતરાની ચેતવણી જારી કરી છે.