લો બોલો! ભડુલામાં બે દિવસ પહેલા પોલીસે સીઝ કરેલો કાર્બોસેલનો જથ્થો ચોરી થઇ ગયો
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: રાજ્યભરમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના ભડુલા વિસ્તારમાં સીઝ કરાયેલ કાર્બોસેલની ચોરી થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે રૂ. 22.25 લાખના મુદ્દામાલની ચોરી થઇ ગઇ છે. બે દિવસ અગાઉ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા કાર્બોસેલનો જથ્થો સીઝ કરાયો હતો. પરંતુ હવે તેની જ ચોરી થઇ ગઇ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાંથી ખાણ ખનીજની ટીમે ચેકીંગ દરમિયાન કાર્બોસેલનો રૂ. 22.25 લાખનો મુદમાલ સીઝ કરી રાખેલો હતો. આ મુદમાલ 6 ટ્રેકટર દ્વારા ગોધરા અને થાનગઢના ત્રણ શખ્સએ મળી આ મુદમાલ ચોરી કરી લઇ ગયાની થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે થાનમાં ભડુલા વિસ્તારમાંથી કાર્બોસેલનો જથ્થો ઝડપાયો હતો.
આ પણ વાંચો: પાલનપુરના કોટના વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો પરેશાન
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કાર્બોસેલનો જથ્થો, 6 ટ્રેક્ટરની ચોરી અંગે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધવી હતી. જેમા પ્રભુ માવી, જયપાલ અલગોતર અને ભરત બીજલભાઇ સહિત 9 શખ્સ સામે ફરિયાદ નોંધવાવામાં આવી છે. આ તમામ સામે થાન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખીય છે કે ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.