છેલ્લા ચાર વર્ષમાં 87 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયુંઃ હર્ષ સંઘવી
મિહિર સોની, અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધતા ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે એન્ટી ડ્રગ્સ કેમ્પેન શરૂ કર્યું છે. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. તેમાં ગુજરાતના ગામોને દત્તક લઈને ડ્રગ્સ વિરોધી લડતને એક જંગરૂપે અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. ત્યારે ચાર વર્ષમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે. છેલ્લા ચાર વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 87 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
- વર્ષ 2021 – 465 કેસ – 21 હજાર કિલો ડ્રગ્સ નો જથ્થો – 727 ડ્રગ્સનાં આરોપી – 2 હજાર 346 કરોડનો મુદ્દામાલ કબજે
- વર્ષ 2022 – 512 કેસ – 32 હજાર કિલો ડ્રગ્સ નો જથ્થો – 785 ડ્રગ્સનાં આરોપી – 5 હજાર 338 કરોડનો મુદ્દામાલ કબજે
- વર્ષ 2023 – 558 કેસ – 23 હજાર કિલો ડ્રગ્સ નો જથ્થો – 742 ડ્રગ્સનાં આરોપી – 1 હજાર 514 કરોડનો મુદ્દામાલ કબજે
- વર્ષ 2024 જૂન મહિના સુધી – 251 કેસ – 9.700 હજાર કિલો ડ્રગ્સ નો જથ્થો – 353 ડ્રગ્સનાં આરોપી – 480 કરોડનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચોઃ સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ
ગુજરાત પોલીસની કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસે ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા માટે એન્ટિડ્રગ્સ કેમ્પેઇન શરૂ કર્યું છે. જેમાં એડી જીપી કક્ષાના અધિકારી ગુજરાતના ગામોને દત્તક લઈને ડ્રગ્સને નાબૂદ કરવા માટેનું ઝૂંબેશ શરૂ કર્યું છે. જેમાં એડી.જીપી સહિત સ્થાનિક એસપી અને પોલીસ અધિકારીઓ અભિયાનમાં જોડાશે. જેમાં ખાસ કરીને તેઓ સ્કૂલ, કોલેજનાં વિદ્યાર્થીઓને ડ્રગ્સને લઈને જાગૃત કરવાના પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ કુવૈતમાં અટકાયત કરાયેલો યુવાન વતન પહોંચ્યો, કહ્યુ – સાત દિવસ જેલમાં રહ્યો
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનારા આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે. જેથી ગૃહ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ દૂષણ સમયસર નહીં અટકે તો દરેકના ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે. ગૃહ મંત્ એ ઘરેથી પોલીસના ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જેવી રીતે વિશ્વના વિદેશના કેટલા દેશોએ ડ્રગ્સ સામે લડાઇ છોડીને શરણાગતિ સ્વીકારી છે, તેવી સ્થિતિ ગુજરાતની ના બને જે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું છે. ગુજરાતના તમામ સાધુ, સંતો, સામાજિક અગ્રણીઓ, કલાકારો અને રાજકીય નેતા તેમજ કાર્યકર્તાને આ જંગમાં જોડાવવાની અપીલ કરી છે. જેમાં મહત્વનો ભાગ ભજવતી મીડિયા હાઉસને પણ આ જંગમાં જોડાવવા અપીલ કરી છે.
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ ડ્રગ્સ માફિયા સૌથી વધુ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ડ્રગ્સનાં કેસ નોંધાયા છે અને ડ્રગ્સ પેડલરોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી પોલીસે ડ્રગ્સના નાનાથી મોટા કેસ કરવા માટે સૂચના આપી છે. એટલું જ નહીં પોલીસનું પ્રોત્સાહન વધારવા રિવોર્ડ પોલિસીની જાહેરાત કરી છે. ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જેણે ડ્રગ્સને નાબૂદ કરવા માટે પોલીસને ફરજ માટે રિવોર્ડ આપી રહી છે. અત્યાર સુધીમાં 105 પોલીસ કર્મચારી અને અધિકારીઓને 16 લાખથી પણ વધુના રિવોર્ડ આપ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે વિપક્ષ પણ ઉડતા ગુજરાતનું આક્ષેપ કરી રહ્યું હતું. પરંતુ ગૃહ મંત્રીએ કહ્યું કે ડ્રગ્સના દૂષણને રાજકીય મુદ્દો ન બનવીને સૌ એક સમપ થઈ લડવું જરૂરી બન્યું છે.
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તેના વપરાશ કરનારનો વર્ગ વધ્યો છે. પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવી સારવાર અપાવવી શકે તેવા રિહેબ સેન્ટર નથી. જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રીહેબ સેન્ટર શરૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે.