January 23, 2025

લોકસભા ચૂંટણીમાં યુવાનોને મતદાન કરવા માટે હર્ષ સંઘવીનું આહ્વાન

harsh sanghvi namo nav matdata said to youngsters do voting in lok sabha election

હર્ષ સંઘવીએ યુવાનોને સંબોધન કર્યું હતું.

ગાંધીનગરઃ એકબાજુ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાતે ગાંધીનગર યુનિવર્સિટીમાં ‘નમો નવ મતદાતા’ સંમેલનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા અને યુવાનોને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યુવાનોને સંબોધન કર્યું હતું. આ અંગે તેમણે એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

તેમણે પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘દેશના લોકતંત્રમાં યુવા મતદારોનો ભગીરથ અને મહામૂલો ફાળો છે. ભારતીય યુવાનોના વિચારો વૈવિધ્યતા અને બૌદ્ધિકતાથી પરિપૂર્ણ છે, જેથી તેઓ દેશના સકારાત્મક પરિવર્તનના વાહક બન્યા છે. લોકશાહીમાં તેમની ભાગીદારી રાષ્ટ્રને એક મજબૂત સ્થાન પર સ્થાપિત કરશે!’