January 13, 2025

56 વિદેશીઓ ભારતીય નાગરિક બન્યા; હર્ષ સંઘવીએ કહ્યુ – સંવાદ, સ્વીકાર, સમભાવનું રાષ્ટ્ર ભારત!

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને મા ભારતના ખોળે આવેલા અમદાવાદ જિલ્લાના કુલ 56 અરજદારોને કાર્યક્રમમાં ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર’ એનાયત કર્યા હતા. આ અંગે તેમણે ટ્વીટ પણ કર્યું હતું.

હર્ષ સંઘવીએ ટ્વીટમાં લખ્યુ હતુ કે, ‘અમદાવાદ જિલ્લામાં આજદિન સુધી કુલ 1223 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ નાગરિકતા પત્રથી સ્થળાંતરિત થયેલા લોકો દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈને શક્તિશાળી રાષ્ટ્ર ભારતના કાયમી નાગરિક બનશે.’

તેમણે વધુમાં લખ્યુ હતુ કે, ‘ભારત સ્વીકારનો પર્યાય છે. આ દેશને પોતાનું કાયમી નિવાસસ્થાન બનવાવવા સંકલ્પબદ્ધ થયેલા આ પરિવારોનો ભારત પ્રત્યેનો આદર અને સમર્પણ આ સ્વીકારનું પ્રમાણ છે.’