November 18, 2024

હાર્દિક પંડ્યાનો વીડિયો થયો વાયરલ, ખેલાડી સાથે કર્યું આવું

IPL 2024: પંજાબ કિંગ્સની સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી ઓવરમાં જીત માટે 12 રન બાકી હતા. આ સમયે બોલિંગ માટેની જવાબદારી આકાશ માધવાલને આપવામાં આવી હતી. આકાશ રોહિત શર્મા સાથે ફિલ્ડિંગ વિશે વાત કરી રહ્યો હતો. ત્યારે તેણે કેપ્ટન હાર્દિકની સંપૂર્ણ અવગણના કરી હતી.

સંપૂર્ણ રીતે રોમાંચક
IPL 2024 ની 33મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતી. આ મેચનું આયોજન મુલ્લાનપુર સ્ટેડિયમ, ચંદીગઢમાં હતું. આ સમયે મુંબઈની ટીમની પકડ ખુબ મજબૂત જોવા મળી રહી હતી. આશુતોષ શર્માની 61 રનની ઈનિંગે મેચને સંપૂર્ણ રીતે રોમાંચક બનાવી દીધી હતી. આ મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની જ ટીમના સાથી આકાશ માધવાલ દ્વારા સંપૂર્ણપણે અવગણવામાં આવતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: IPL 2024: તિલક વર્માએ IPLમાં કર્યું મોટું કારનામું!

હાર્દિકની અવગણના કરી
પંજાબ કિંગ્સની ટીમે 19 ઓવરના અંતે 9 વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યા હતા. હવે પછી 12 રનની જરૂર હતી. આવી સ્થિતિ જોઈને મુંબઈ ઈન્ડિયન્સે ઓવર બોલિંગની જવાબદારી આકાશ માધવાલને સોંપવામાં આવી હતી. આકાશ મધવાલ રોહિત શર્મા સાથે ફિલ્ડરોને યોગ્ય સ્થિતિમાં મૂકવાની રણનીતિ વિચારતો જોવા મળી રહ્યો હતો. આ સમયે હાર્દિક પંડ્યા ત્યાં પહોંચી ગયો હતો. તેણે તેની સાથે વાત કરવાના બદલે રોહિત સાથે વાત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આકાશે આ ઓવરનો પહેલો બોલ વાઈડ કર્યો અને પછીના બોલ પર રબાડાના રન આઉટ કરી દીધો હતો. જેના કારણે પંજાબની હાર અને છેલ્લે મુંબઈની ટીમની જીત થઈ હતી.

હાર્દિકને મળ્યો દંડ
મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ હાર્દિક પંડ્યાને BCCI તરફથી દંડ ફટકારવામાં આવ્યો હતો. પંજાબ સામે મુંબઈની ટીમનો ઓવર રેટ સ્લો હતો. 2 ઓવરમાં માત્ર 4 ફિલ્ડરો સાથે 30 યાર્ડની બહાર ફિલ્ડિંગ કરી હતી. IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. BCCI નિયમ અનુસાર જો હાર્દિક ફરી વખત ભૂલ કરે છે તો તેને 24 લાખ રુપિયા ભરવાના રહેશે.