May 2, 2024

હાર્દિક પંડ્યા સાથે તેના જ ભાઇએ કરી કરોડોની છેતરપિંડી, પોલીસે કરી ધરપડક

IPL 2024: હાર્દિક પંડ્યાના પિતરાઈ ભાઈની પોલીસે છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. જાણો શું છે સમગ્ર મામલો.

ધરપકડ કરાઈ
હાર્દિક પંડ્યાના પિતરાઈ ભાઈની પોલીસે છેતરપિંડી મામલે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. હાર્દિક પંડ્યાની સાથે તેના જ પિતરાઈ ભાઈ વૈભવ પંડ્યાએ 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે અને આ કેસની તપાસ પોલીસ કરી રહી છે. ચાલો જાણીએ કે શું છે આ કેસ અને વૈભવ પંડ્યાએ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે કેવી રીતે દગો કર્યો.

આ પણ વાંચો: IPLમાં ટાર્ગેટનો પીછો કરવામાં માહેર છે ગુજરાત ટાઇટન્સ!

આ છે મામલો
એક માહિતી અનુસાર હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને વૈભવ પંડ્યાની પોલિમર સંબંધિત ભાગીદારી ફર્મ છે. આ ફર્મમાં હાર્દિક અને કૃણાલ બંને પાસે 40-40 ટકા શેર છે. જ્યારે, વૈભવ પંડ્યા બાકીના 20 ટકા ધરાવે છે. ત્રણેયે 2021માં આ બિઝનેસ શરૂ કર્યો હતો. વૈભવે અમૂક માહિતી હાર્દિક અને કૃણાલથી છુપાવી હતી. કરારની શરતોનો ભંગ થયો હતો. આ સાથે જેને કરોડો રુપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે છેતરપિંડી આરોપમાં વૈભવ પંડ્યાની હાલમાં ધરપકડ કરી છે, પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે.

જીવમાં જીવ આવ્યો
હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ 3 મેચ હારી ગયું છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા IPL 2024થી મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વાર હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે એક મેચમાં જીત મળી જેના કારણે ટીમના ખેલાડીઓને અને હાર્દિકને જીવમાં જીવ આવ્યો હતો. મુંબઈની ટીમના ચાહકોમાં પણ આખરે ખુશી જોવા મળી હતી. હાલમાં આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાન પર છે.