January 24, 2025

DC vs MI: અમ્પાયર સાથે દલીલ બાદ હાર્દિક પંડ્યાએ તમામ હદો વટાવી દીધી

DC vs MI: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 43મી મેચમાં મુંબઈની ટીમને હારવાનો વારો આવ્યો હતો. આ સમયે હાર્દિક પંડ્યા એટલો નારાજ જોવા મળ્યો કે તેણે અમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો.

બોલિંગ ઘણી નબળી રહી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 43મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ઘરઆંગણે હતી. જેમાં દિલ્હી કેપિટલ્સની સામે મુંબઈની ટીમને 10 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. દિલ્હીની ટીમે ટોસ જીત્યો હતો. જેમાં તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. દિલ્હી સામેની મેચમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું.

સંપૂર્ણપણે નિરાશ
ટીમના આ નિરાશાજનક પ્રદર્શનથી હાર્દિક પંડ્યા ભારે નિરાશ જોવા મળી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોની તોફાની બેટિંગ જોઈને હાર્દિક પંડ્યા જાણે ભાન ભૂલી ગયો હોય તેવું જોવા મળી રહ્યું હતું. હદ તો ત્યારે પાર થઈ કે જ્યારે અમ્પાયર સાથે તેણ દલીલ કરવાનું શરૂ કર્યું હતું. હાર્દિકનું એવું માનવું હતું કે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ જાણી જોઈને વિંલબ કરી રહ્યા છે. જેના કારણે ધીમી ઓવર રેટ માટે તેમને દંડ કરવામાં આવે.

આ પણ વાંચો: KKR vs PBKS: કોલકાતાના ઓપનિંગ બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ

ત્રીજા અમ્પાયર સાથે દલીલ
માત્ર ઓન-ફીલ્ડ અમ્પાયર જ નહીં, જ્યારે હાર્દિક પંડ્યા ડગઆઉટમાં હતો ત્યારે પણ તે થર્ડ અમ્પાયર સાથે દલીલ કરતો નજરે પડ્યો હતો. હાર્દિકનું આ વર્તન ચાહકોને થોડું પણ પંસદ આવી રહ્યું ના હતું. કારણ કે અમ્પાયર સાથે આ પ્રકારનું ખરાબ વર્તન બિલકુલ ઠીક ન ગણી શકાય નહી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું શરૂઆતથી જ પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. હજૂ પણ હારનો સીલસીલો યથાવત છે. અત્યાર સુધીમાં મુંબઈની ટીમ 9મેચમાંથી ખાલી 3 મેચ જ જીતી છે. પોઈન્ટ ટેબલમાં હાલ 9મા સ્થાન પર છે. હવે મુંબઈની ટીમને પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની ગયું છે.