January 23, 2025

UNનો દાવો, પાક. સરકારની કસ્ટડીમાં મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ

પાકિસ્તાન: “કરેલા કર્મ ભોગવવા જ પડે”…સમય સતત બદલાતો રહે છે,  જે ગુનો કરે છે એક દિવસ તેને ભોગવવાનો વારો આવે છે.  કદાચ એ સમય ફરી નહીં આવે પરંતુ કરેલા કર્મની સજા મળશે તે પાક્કું છે. મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદ પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ આપેલી માહિતી અનુસાર આતંકવાદના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ હાફિઝ સઈદને 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ડિસેમ્બર 2008માં અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો હતો. તારીખ 12 ફેબ્રુઆરી 2020 થી પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં તેને રાખવામાં આવ્યો છે. હાલ તે 78 વર્ષની જેલ ભોગવી રહ્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કરી માંગ
આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે ગયા મહિને પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો બંને દેશો ઈચ્છે તો માનવતા વિરુદ્ધની આતંકવાદી ઘટનાઓને રોકવા માટે પ્રત્યાર્પણ દ્વારા આવા આતંકવાદીઓને કાબૂમાં કરી શકાય છે. જોકે પાકિસ્તાને જવાબ તો આપ્યો હતો પરંતુ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JDU)ના વડા હાફિઝ મુહમ્મદ સઈદના પ્રત્યાર્પણ માટે ભારત તરફથી વિનંતી મળી છે, પરંતુ તે તેના પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં , આ બાબતે અમારી વચ્ચે કોઈ કરાર નથી.2008ના મુંબઈ આતંકવાદી હુમલા માટે હુમલાખોરોને તાલીમ આપનાર આતંકવાદી ભુતાવીનું ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતની જેલમાં મોત થયું હતું. આતંકવાદી ભુતાવી ઓછામાં ઓછા બે વખત આતંકવાદી સંગઠનના વડા તરીકે કામ કર્યું હતું.

આ પણ વાચો:બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો

કોણ છે હાફિઝ સઈદ?
હાફિઝ સઈદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક હોવાનું કહેવામાં આવે છે. પાકિસ્તાનમાં તે જમાત-ઉદ-દાવા નામનું સંગઠન ચલાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. મુંબઈમાં 26/11ના ઘાતક હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ હતો. ભારતમાં અનેક કેસોમાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મુહમ્મદ હાફિઝ સઈદ, જે અન્ય આરોપોમાં 2019 થી જેલમાં છે. હાલ હાફિઝ સઈદ 78 વર્ષની સજા ભોગવી રહ્યો છે. 2022માં પાકિસ્તાનના લાહોરમાં એક વિશેષ આતંકવાદ વિરોધી અદાલત દ્વારા “આતંકવાદને ધિરાણ” માટે 33 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા