January 23, 2025

2005 પહેલાંના સરકારી શિક્ષકોને રાજ્ય સરકાર મોટી ભેટ આપે તેવી શક્યતા

Gujarat Government before 2005 employees will give old pension scheme

ફાઇલ તસવીર

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સરકાર દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે સરકાર પાસે અનેક માગણીઓ કરી હતી. તેમાંથી એક માગણી સ્વીકારી લીધી છે. ત્યારે રાજ્ય સરકારે 2005 પહેલાંના સરકારી શિક્ષકોને OPS એટલે કે ઓલ્ડ પેન્શન સ્કિમ હેઠળ લાવવાનો નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની કરી માગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ આંદોલનકારીઓની સોમવારે મુખ્યમંત્રી સાથે બેઠક કરાવવાનું વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રીના વાયદાથી કર્મચારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને શિક્ષકો અને કેટલાક સરકારી કર્મચારી વર્ષ 2005 પહેલાં નોકરી લાગ્યા હશે અથવા વર્ષ 2005 પહેલાં ભરતીની જાહેરાત થઈ હશે તેવા તમામ કર્મચારીઓને મળશે OPSનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ ઘણાં વર્ષોથી આ લડાઈ લડી રહ્યું હતું. ત્યારે આખરે તેમની જીત થઈ છે. વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓને OPSનો લાભ મળ્યા બાદ આંદોલન પૂર્ણ નહીં થાય. આ સિવાય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘની વધુ એક માગ છે. હવે પછી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસઘનું આંદોલન તમામ કર્મચારીઓને OPS અપાવવાનું રહેશે.